તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:કોરોના મહામારીને અનુલક્ષીને ચાંપલીમાં આરોગ્ય તંત્ર સક્રિય

લુણાવાડા4 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોનાની આ મહામારીના સમયમાં પણ આરોગ્ય કર્મચારીઓ નાગરિકોના કોરોનાની સારવારની સાથો સાથ વિવિધ આરોગ્યલક્ષી કામગીરી કરી રહ્યા છે. જેના અનુસંધાનમાં ચાંપલી ગામે આરોગ્યની ટીમ દ્વારા ઘરે-ઘરે ફરીને મુલાકાત લઇ નાગરિકોની રોગપ્રતિકારક શકિતમાં વધારો થાય તે હેતુસર આયુર્વેદિક ઉકાળા તેમજ હોમિયોપેથીક દવા આર્સેનિક આલ્બમની ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ કોરોનાથી રક્ષણ મેળવવા માટેની જરૂરી આરોગ્ય વિષયક જાણકારી આપવા સહિત સલાહ આપવામાં આવી હતી.

આ ઉપરાંત તમામને સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર તરફથી આપવામાં આવી રહેલ સૂચનાઓનું પાલન કરવા તથા કામ વગર ઘરની બહાર ન નીકળવા અને કોરોનાના સંક્રમણને ફેલાતો અટકાવી શકાય તે માટે તમામને માસ્ક પહેર્યા વગર ઘરની બહાર ન નીકળવા જણાવવામાં આવ્યું હતું. જિલ્લામાં આરોગ્ય કર્મચારીઓ, નાગરિકોની તંદુરસ્તી અને સ્વાસ્થ્ય જળવાઇ રહે તે માટેની કામગીરી કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો