કોરોનાનો કહેર:મહીસાગરમાં કોરોનાના વધતા જતા ગ્રાફથી આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ દોડી આવ્યા

લુણાવાડા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • હવે કોરોના સાથે જ જીવતા શીખવું પડશે : લુણાવાડાના કન્ટેઇનમેન્ટ વિસ્તારની મુલાકાત

મહીસાગરમાં કોરોનાના પોઝેટીવ કેસોનો ચિંતાજનક આંક જોતાં આરોગ્ય અગ્રસચિવ જયંતી રવિ મહીસાગર જીલ્લામાં દોડી આવ્યા હતા જિલ્લા સેવાસદન ખાતે કોન્ફરેન્સ હૉલમાં વહીવટી તંત્ર અને આરોગ્યની ટીમ સાથે સમિક્ષાની બેઠક યોજી અને જરૂરી સૂચનો કર્યા હતા. જીલ્લામાં સતત વધી રહેલા આંક વિષે પણ સમિક્ષા કરવામાં આવી હતી.

જેમાં જિલ્લા કલેક્ટર આર.બી.બારડ, જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી, જિલ્લા આરોગ્ય અધિકારી એસ.બી.શાહ સહિત જિલ્લાના તમામ વહીવટી તંત્ર તેમજ આરોગ્ય કર્મીઓ હાજર રહ્યા હતા જ્યાં તેમની સાથે જીલ્લામાં વધતાં કોરોના ના કેસ સંદર્ભે ચિંતા વ્યક્ત કરી હતી જીલ્લામાં આવી પડેલી આ વિકટ પરિસ્થિતિને પંહોચી વળવા કઈ રીતે કામગીરી કરવી તેના સૂચનો આપવામાં આવ્યા હતા. વહીવટી તંત્ર દ્વારા કોરોના સામે કઈ પ્રકારે કામગીરી થઈ રહી છે તેની પણ ઝીણવટપૂર્વક સમીક્ષા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...