તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:લુણાવાડા ખાતે 9 મહિલા સ્વસહાયતા જૂથોને લોન અને ધિરાણના મંજૂરી પત્રો આપ્યા

લુણાવાડાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો અકોટાના ધારાસભ્યેે પ્રારંભ કરાવ્યો

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના 70મા જન્મદિવસને રાજ્યમાં વિવિધ પાંચ જેટલા વિકાસકામોની પંચામૃતધારા તરીકે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઉજવવાનો નિર્ણય કર્યો છે. જેના ભાગરૂપે આજે ગાંધીનગરથી મુખ્યમંત્રીએ લાખો બહેનોના આત્મનિર્ભરતાના સ્વમાનભેર જીવવાના સપના-અરમાન પાર પાડવા નારી શકિતને નાના વ્યવસાયો ગૃહ ઉદ્યોગ શરૂ કરી પોતાનું કૌવત કૌશલ્ય અને સપના સાકાર કરવાની તક પુરી પાડવા માટે મુખ્યમંત્રી મહિલા ઉત્‍કર્ષ યોજનાનો ઇ-શુભારંભ કરાવ્યો લુણાવાડા પાલિકા ખાતે મુખ્ય મંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો પ્રારંભ કરાવતાં જિલ્લાની મહિલા સ્વ સહાયતા જૂથોને વડોદરા અકોટાના ધારાસભ્ય સીમાબેન મોહિલે, સંતરામપુર ધારાસભ્ય કુબેરભાઇ ડીંડોર, લુણાવાડા ધારાસભ્ય જીગ્નેશભાઇ સેવક અને કલેકટર બારડ, ડીડીઓ નેહાકુમારી, લીડ બેન્ક મેનેજર, ડીએલએએમ, અગ્રણીઓ, વિવિધ મહિલા સ્વસહાય જૂથની બહેનો ઉપસ્થિતિમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારના નવ મહિલા સ્વસહાયતા જૂથોને બેન્ક દ્વારા જેએલઇએસજી ગૃપને લોન મંજૂરીના પત્રો આપ્યા હતા. અકોટાના ધારાસભ્ય એ આત્મનિર્ભર ભારતના વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાતની મહિલા શકિત અગ્રેસર રહેશે એમ જણાવ્યું હતું. પ્રથમવાર મુખ્યમંત્રીએ મહિલા માટેની યોજના શરૂ કરીને 10 લાખથી વધુ માતાઓ-બહેનોને 0 ટકા વ્યાજે લોન-ધિરાણ પ્રાપ્ત થશે તેમજ કોરોના પછીની બદલાયેલી આર્થિક-સામાજિક જીવનશૈલીમાં મહિલા શકિત માતા-બહેનોની આત્મનિર્ભરતાનો નવો માર્ગ ખોલનારી બની રહેશે તેમ કહ્યું હતું. વગર વ્યાજની લોન/ધિરાણ મળનાર હોઇ ધ્યેય સાકાર થશે.

અન્ય સમાચારો પણ છે...