તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Lunavada
  • Giving A Check Of The Best Teachers Of The District Level, Taking Off The Shawl And Honoring The Chairperson Of The Women's Commission

ભાસ્કર વિશેષ:જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનું ચેક આપી, શાલ ઓઢાડી મહિલા આયોગના અધ્યક્ષ સામે સન્માન

લુણાવાડા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ 7 શિક્ષકોનું બહુમાન કરવામાં આવ્યું

મહીસાગર જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ સમારોહ ગુજરાત મહિલા આયોગના અધ્યક્ષ લીલાબેન અંકોલીયાની અધ્યક્ષતામાં બાવન પાટીદાર સમાજઘર, લુણાવાડા ખાતે યોજાયો હતો.આ પ્રસંગે અધ્યક્ષે શ્રેષ્ઠ શિક્ષક તરીકે બહુમાન મેળવનાર શિક્ષકોને શુભેચ્છા પાઠવતાં પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાક્રૃષ્નને શિક્ષકોને બહુમાનના હકદાર ગણાવી તેમના જન્મ દિવસને સમગ્ર રાષ્ટ્રમાં શિક્ષક દિન તરીકે ઉજવાય છે. શિક્ષકો પ્રત્યેની માન સન્માનની ઉમદા ભાવના ચિરકાળ સુધી જીવંત રહે તેવી ડૉ.રાધાક્રૃષ્ણનની શિક્ષણ સમર્પિત ભાવને વર્ણવ્યો હતો.

તેમણે વધુમાં શિક્ષણને ઉન્નતીના માર્ગે લઇ જવા અપીલ કરતા જણાવ્યું હતુ કે, સમાજનું ઘડતર શિક્ષકોના હાથમાં છે, પુરાણકાળથી ગુરૂજનો સમાજમાં ઉચ્ચ આસને બીરાજે છે. તથા મહાનુભવો દ્વારા જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોને પુષ્પ ગુચ્છ, સન્માન પત્ર, શિલ્ડ અને પારિતોષીકના ચેક અને શાલ ઓઢાડી બહુમાન કરાયું હતું.

સાથે જિલ્લાના પ્રતિભાશાળી બાળકોનું પ્રમાણપત્ર આપી સંન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ, સંતરામપુર, લુણાવાડા, બાલાસિનોર ધારાસભ્યો, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા શિક્ષણાધિકારી, આચાર્યસંઘના પ્રમુખ, અગ્રણી, મહીસાગર જિલ્લાના વિવિધ શિક્ષણ સંઘના પ્રમુખો અને હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં શિક્ષક ભાઇઓ બહેનો ઉપસ્થિતિ રહ્યા હતા.

શ્રેષ્ઠ શિક્ષકો તરીકે પંસદગી પામનારા
} પ્રકાશકુમાર રમણલાલ પ્રજાપતિ, નાના વડદલા પ્રા. શાળા, લુણાવાડા } સુરેશચંદ્ર લક્ષ્મીરામ ભાવસાર, નરસિંગપુર મુખ્ય પ્રા. શાળા, સંતરામપુર } રમેશકુમાર બદામીલાલ ચૌહાણ, નરસિંગપુર મુખ્ય પ્રા. શાળા, સંતરામપુર } ખલીલુરરહેમાન અબ્દુલરહીમ શેખ, લુણાવાડા તાલુકાની બ્રાંચ શાળા નં.5 } દિલીપભાઇ મોહનભાઇ તલાર, બાબલીયા પ્રા. શાળા, ખાનપુર } વસંતકુમાર જીવાભાઇ વાળંદ, પાદડી અડોર પ્રા. શાળા, સંતરામપુર } નિરવકુમાર ગિરીશચંદ્ર ત્રિવેદી, કિસાન માધ્યમિક વિધ્યાલય, લુણાવાડા

અન્ય સમાચારો પણ છે...