ધરપકડ:સંતરામપુર પોલીસમાં 7 વર્ષથી ફરાર 1 રાજસ્થાનથી ઝડપાયો

લુણાવાડા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
આરોપી જયંતી સગાડા. - Divya Bhaskar
આરોપી જયંતી સગાડા.

મહીસાગર જિલ્લા પોલીસવડા રાકેશ બારોટની સૂચના અને માર્ગદર્શન હેઠળ મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ વી.ડી.ધોરડા તથા એલ.સી.બી.સ્ટાફના માણસોની ટીમની રચના કરી ફરાર આરોપીઓની માહિતી મેળવી પકડવા સૂચના હો પોલીસ પીઆઇ વી.ડી.ધોરડાને બાતમી મળતા સંતરામપુર પોલીસ સ્ટેશને પોષકો હેઠળ ગુનાના ફરાર આરોપી જયંતીભાઈ જોખનાભાઇ સંગાડા (મીણા) રહે બામણીયા તાલુકો ધરીયાવાદ, જિલ્લા પ્રતાપગઢ, હાલ રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લાના બામણીયા ખાતે રહે છે. તેવી બાતમીથી એલ.સી.બી સ્ટાફ્ના પો.સ.ઇ. આર.કે.ભરવાડ સાથે સ્ટાફના માણસો મોકલીને તપાસ કરતા સાત વર્ષની વોન્ટેડ આરોપી જયંતીભાઇ સંગાડાને પકડી પાડીને સંતરામપુર પો.સ્ટે સોંપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...