તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:મહીસાગરમાં સતત છઠ્ઠા દિવસે પણ એકેય કેસ ના નોંધાતાં રાહત

લુણાવાડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં કોરોનાના કુલ 7491 પોઝિટિવ કેસ નોંધાયા
  • 7415 દર્દીઓ સ્વસ્થ થયા, 3 દર્દીઓ હાલ સારવાર હેઠળ

મહીસાગર જિલ્લા માટે શનિવારે સતત છઠ્ઠા દિવસે પણ રાહતના સમાચાર આવ્‍યા છે. શનિવારે મહીસાગર જિલ્લામાં નવો કોરોનાનો એક પણ કેસ નોંધાવા પામેલ નથી. જેને કારણે જિલ્લામાં કોરોનાના કેસોમાં વધારો ન થતા કોરોના પોઝિટિવ કેસોની કુલ સંખ્યા 7491 પર સ્થિર રહી છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ કોરોનાના 7415 દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે.

જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે 22 વ્યક્તિનું મૃત્યુ થયા છે. જ્યારે અન્ય કારણથી 51 દર્દીનું મૃત્યુ થતાં જિલ્લામાં કુલ 73 મૃત્યુ નોંધાવા પામ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં સીઝનલ ફ્લૂ/ કોરોનાના કુલ 283638 લોકોના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. જ્યારે 207 વ્યક્તિઓને હોમ ક્વોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે. કોરોના પોઝિટિવ આવેલ દર્દીઓ પૈકી 03 દર્દીઓ સ્ટેબલ છે.

અન્ય સમાચારો પણ છે...