જાહેરનામું:ફટાકડા ઓનલાઇન ખરીદી કે વેચી પણ શકાશે નહીં

લુણાવાડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફટાકડા ખરીદ, વેચાણ, ઉપયોગ માટે જાહેરનામું

મહીસાગર કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ ર્ડો.મનીષ કુમાર (આઈ.એ.એસ), ફોજદારી કાર્યરીતી અધિનયમ 1973 (1974ના નં.2)ની કલમ-144 અન્વયે મળેલ સત્તાની રૂએ મહીસાગર જિલ્લામાં દિવાળી તથા અન્ય તહેવારો કે જેમા ફટાકડા ફોડવામાં આવે છે. તેમાં ફટાકડા રાત્રીના 20થી 22 કલાક દરમિયાન જ ફટાકડા ફોડી શકાશે. તેમજ ક્રિસમસ(નાતાલ) અને નૂતન વર્ષના તહેવાર દરમિયાન ફુટાકડા રાત્રે ૨૩:૫૫ કલાકથી .30 કલાક સુધી જ ફોડી શકાશે. સીરીઝમાં જોડાયેલા ફટાકડા (ફટાકડાની લુમ) થી મોટા પ્રમાણમાં હવા, અવાજ અને ઘન કચરાની સમસ્યા થતી હોવાથી તે રાખી શકાશે નહી, ફોડી શકાશે નહી કે વેચાણ કરી શકાશે નહી.

હોસ્પિટલ, નર્સિંગ હોમ, આરોગ્ય કેન્દ્રો, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલયો, ધાર્મિક સ્થળોની ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારને સાયલન્ટ ઝોન તરીકે ગણવામાં આવશે અને ત્યાં કોઈપણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહી. કોઈપણ પ્રકારના વિદેશી ફટાકડા આયાત કરી શકાશે નહીં, રાખી શકાશે નહી કે વેચાણ કરી શકાશે નહી. ઈ-કોમર્સ વેબસાઈટ ફિલપકાર્ટ, એમેઝોન સહીતની કોઈ પણ ઈ-કોમર્સ વેબસાઇટ ફટાકડાના વેચાણ માટે ઓનલાઇન ઓર્ડર લઈ શકાશે નહી કે ઓનલાઈન વેચાણ કરી શકાશે નહી.

અન્ય સમાચારો પણ છે...