વાવણી:મહીસાગરમાં ડાંગર પકવતા ખેડૂતો ચિંતિત, જિલ્લામાં ગત વર્ષ 1519 મિ.મી અને આ વર્ષ 1425 મિ.મી વરસાદ પડ્યો

લુણાવાડા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતોએ મોંઘા ભાવના ખાતર-બિયારણથી ખેતરમાં કરેલી વાવણી સુકાઇ રહી છે

મહીસાગર જિલ્લામાં શરૂઆતના સમયમાં વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી અને હોંશે હોંશે ખેડૂતોએ મોંઘા ભાવનું ખાતર-બિયારણ અને ડીઝલ લાવી ખેતરમાં વાવણી કરી હતી. જિલ્લામાં ચોમાસાની સીઝનમાં સૌથી વધું ડાંગરની રોપણી થાય છે. જેમાં પાણીની સૌથી વધારે જરૂર પડતી હોય છે. પરંતુ શરૂઆતમાં સારા વરસાદ બાદ હવે તે ખેડૂતો સાથે વરસાદ સંતાકૂકડી રમી રહ્યો હોય તેમ છેલ્લા કેટલાક દિવસ દરમ્યાન વાદળ છાયું વાતાવરણ રહે છે.

પરંતુ વરસાદ ન પડતા ખેડૂતો નિરાશ જોવા મળ્યા હતા. ત્યારે હવે જો વરસાદ નહીં આવે તો ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખેડૂતોએ વ્યાજે પૈસા લાવીને ખેતરમાં વાવણી કરી હતી. અને હવે જો પાણી નહીં મળે તો તેઓને ભારે નુકસાન જવાની ભીતિ સેવાઇ રહી છે. જિલ્લામાં ગત વર્ષ 1519 મિ.મી અને આ વર્ષ 1425 મિ.મી વરસાદ પડ્યો છે.

ગત વર્ષે અતિવૃષ્ટિના કારણે પાક નહોતા લઈ શક્યા અને હવે અનાવૃષ્ટિના કારણે જેથી ખેડૂતો હાલ કુદરત પાસે પણ વરસાદની આશા રાખી રહ્યા છે. ત્યારે વરસાદ ન હોય તો કેનાલમાં પાણી છોડવાની માગ કરી રહ્યા છે. જેથી તેઓના પાકને જીવતદાન મળી શકે અને તેઓની ચિંતા થોડી હળવી થાય ત્યારે કડાણા ડેમમાં હાલ પાણી ઓછું હોવાના કારણે ડેમ પર પણ નિરાશાના વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...