સહાય:લુણાવાડામાં દિવ્યાંગોને સાધન-સહાય તેમજ કોવિડ-19ના લાભાર્થીઓને ચેક વિતરણ સહાય

લુણાવાડા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દિવ્યાંગો પ્રતિ સહાનુભૂતિના બદલે સન્માન થાય તેવા કાર્યો કરો -સાંસદ

લુણાવાડામાં દશનામ સમાજવાડી ખાતે બ્લાઇનડ વેલફેર કાઉન્‍સિલ, દાહોદ, નેશનલ એસોસિએશન ફોર ધી બલાઈન્‍ડ, દાહોદના ઉપક્રમે અને ભારત સરકારની એડીપ સ્કીમ અંતર્ગત જુદી જુદી કેટેગરીના અંધ, અંપગ તથા મંદબુદ્ધિ, શ્રવણમંદ જેવા મહિસાગર જિલ્લાના 80 દિવ્યાંગ લાભાર્થીઓને અંદાજીત રૂા.5 લાખની કિંમતના સાધનો તેમજ કોવિડ-19મા ઘરમાં કમાનાર વ્યક્તિનું મુત્યુ થયુ હોય તેવા 17 વ્યક્તિઓને રૂા.30,000ની આર્થિક સહાય તેવા રૂા. 5.10 લાખના ચેક વિતરણ કાર્યક્રમ પંચમહાલના સાંસદ રતનસિંહ રાઠોડના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.

સાંસદ રતનસિંહ રાઠોડે જણાવ્યું કે, સંસ્‍થાના મંત્રી યુસફી કાપડિયા પોતે સૂરદાસ હોવા છતાં છેલ્‍લા 30 વર્ષોથી દિવ્‍યાંગજનો માટે જે ભગીરથ કાર્ય કરી રહ્યા છે. તેની સરાહના કરી દિવ્‍યાંગજનો માટે સરકાર પણ ખૂબ ચિંતિત હોવાની સાથે દિવ્‍યાંગોના ઉત્‍થાન માટે સતત પ્રયત્‍નશીલ હોવાનું કહ્યું હતું. તથા સમાજમાં કોઇનું બાળક દિવ્યાંગ ન જન્મે તેવી પ્રાર્થના કરી હતી.

આ સંસ્થા મહીસાગર ખાતે પણ કાર્યરત બને તેવી આશા વ્‍યક્ત કરી દિવ્યાંગજનોને કોઇ પણ જગ્‍યાએ કોઇપણ મુશ્‍કેલીનો સામનો ન કરવો પડે તેની અમે સતત ચિંતા કરતા રહી તેમના વિકાસ માટે સતત કામ કરતાં રહીશું તેમ જણાવ્‍યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર, લુણાવાડાના ધારાસભ્ય, સમાજ સુરક્ષા અધિકારી, બ્લાઇનડ વેલફેર કાઉન્‍સિલ, દાહોદ, નેશનલ એસોસિએશન ફોર ધી બ્લાઈન્‍ડ, દાહોદના કર્મીઓ, લાભાર્થીઓ, લાભાર્થી પરિવારના સભ્‍યો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...