તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચાર્જ સંભાળ્યો:મહીસાગર જિલ્લાના નવા કલેક્ટર તરીકે ડો.મનીષકુમારે બુધવારે ચાર્જ સંભાળ્યો

લુણાવાડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહીસાગર જિલ્લા કલેક્ટર આર.બી બરડની બદલી બાદ જિલ્લાના નવા કલેક્ટર તરીકે ડો.મનીષકુમારે બુધવારે ચાર્જ સંભાળ્યો છે. ત્યારે જિલ્લાના વિકાસ માટે અનેક પડકારો છે. આઝાદીના 7 દાયકા પછી પણ મહીસાગર જિલ્લામાં વિકાસની ગતિ અટવાઈ પડી છે. અંતરિયાળ વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાના નામે ફક્ત વાયદાઓ થતા રહ્યા છે. વહીવટી તંત્ર કે રાજકીય અગ્રણીઓ ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે દુર્લક્ષ સેવતા પરિસ્થિતિ જ્યાંને ત્યાં જોવા મળી રહી છે.

લુણાવાડામાં જિલ્લાની નવીન સિવિલ હોસ્પિટલ માટે અંદાજીત રૂ.30 કરોડથી પણ વધુ રકમના ખર્ચે જે તે સમયે જિલ્લા કલેક્ટર દ્વારા પ્રજાલક્ષી નિર્ણય લઈ તાત્કાલિક જમીન ફાળવણીનો નિર્ણય કર્યો હતો. ત્યાર બાદ અદ્યતન સિવિલ હોસ્પિટલનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું. જે બિલ્ડીંગ બન્યા બાદ હાલ પ્લાસ્ટરનું કામ પાછલા બે વર્ષથી ખોરંભે પડેલ છે. મહીસાગર જિલ્લા સેવાસદન કચેરીમાં કામકાજ અર્થે આવતા અરજદારોને કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ વચેટિયાઓ પાસે ધકેલતા હોવાની અને અટવાઈ પડેલ કામકાજ માટે રૂપિયા ખંખેરવામાં આવતા હોવાની બૂમો જિલ્લાના નિર્માણ પછી સતત ઉઠી રહી છે. જિલ્લામાં વિકાસની ગતિ અટવાઈ પડી છે. અંતરિયાળ વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાના નામે ફક્ત વાયદાઓ થતા રહ્યા છે.

વહીવટી તંત્ર કે રાજકીય અગ્રણીઓ ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે દુર્લક્ષ સેવતા પરિસ્થિતિ જ્યાંને ત્યાં જોવા મળી રહી છે. જિલ્લામાં કોરોના સંક્રામણની બીજી લહેર ઘાતક પુરવાર થઇ હતી શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે ખુંવારી નોતરી હતી. ત્યારે સંભવીત કોરોનાની ત્રીજી લહેર સામે જિલ્લાવાસીઓને આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે અને કોરોના સંક્રમણ સામે રક્ષણ અપાતી વેક્સિનેશનનું કામ ઝડપથી કરવામા આવે. જિલ્લાના નિર્માણને 7 વર્ષનો સમયગાળો થયો હોવા છતાં અનેક મહત્વની કચેરીના અભાવે લોકોને ગોધરા ખાતે જવું પડતાં સમયનો વ્યય થાય છે. ત્યારે જિલ્લા કક્ષાની સરકારી કચેરીઓ લુણાવાડામાં શરૂ કરવા માગ છે.

અન્ય સમાચારો પણ છે...