તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માર માર્યો:લુણાવાડામાં ICICIના એડ્વાઇઝરને ડોકટરે માર મારતાં કાનને નુકસાન

લુણાવાડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વ્યાજ ઓછું લાગતાં રોકાણકર્તા ડોકટરે માર માર્યો હતો

લુણાવાડામાં આઇસીઆઈસીઆઈ કંપનીએ આપેલ વ્યાજ ઓછું લાગતાં ઇન્વેસ્ટ કરાવનાર ઈન્સ્યોરન્સ એડ્વાઇઝરને રોકાણકર્તા ડોકટરે માર મારી એડવાઇઝરના કાનના પડદાને નુકસાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ મથકે ફરિયાદ નોધાઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, લુણાવાડા નગરમાં ડેરા ફળીમાં રહેતા અને ઇશ્યોરન્સ એડવાઇઝર તરીકેનો વ્યવસાય કરતાં મયુરકુમાર ચિનુભાઇ શાહે પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ અનુસાર તેઓ આઇ.સી.આઇ.સીઆઇ પ્રુડેન્સીયલ લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીમાં ૨૦૦૭ થી એડવાઇઝર તરીકે ફરજ બજાવે છે. બપોરે તે પીપળી બજાર, મીઠા ગણેશ મંદીરની સામે આવેલ તેમની ઓફીસમાં એકલા બેઠા હતા. તે વખતે ડૉ.પ્રકાશભાઇ કે.દોશી , મુકેશ ભાઇ તથા અન્ય એક વ્યક્તી અાવીને અપશબ્દો બોલીને મયુરભાઇને કહેવા લાગેલા કે તે મારા પૈસા ઇન્વેસ્ટ કરેલા હતાં તેમાં મને વ્યાજ કેમ ઓછું આપેલ છે. અને તારા ઘરના પૈસા મને આપી દે તેમ કહીને ઉક્શેરાઇને મયુરભાઇને ડો. પ્રકાશ દોશીએ ડાબી બાજુના કાન પર બે- ચાર લાફા મારી દીધેલ અને તેની સાથેના મુકેશભાઇએ પકડી ધક્કા મુક્કી કરી ગડદા પાટુનો માર મારીને ઓફીસના ટેબલ ખુરશી ઉછાળી દીધા હતા. અોફિસમાંથી જતા તેમને મયુરભાઇને જાનથી મારી નાખવાની ધમકી અાપી હતી. મયુરભાઇને કાનમાં માર મારતા તેને કાનમાં દુખાવો થતા સારવાર કરાવી હતી. અા અંગેની પોલીસ ફરીયાદ લુણાવાડા પોલીસ મથકે નોધાતા પોલીસે કાર્યવાહી શરુ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...