વિરોધ પ્રદર્શન:યુપીમાં ખેડૂતો પર અત્યાચારના વિરોધમાં જિલ્લા કોંગ્રેસનો વિરોધ

લુણાવાડા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીને દરખાસ્ત કરવા માગ કરી

લુણાવાડા ખાતે મહીસાગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉત્તરપ્રદેશના ખલીમપુરના ખીરીમાં કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી અજય મિશ્રાના પુત્ર દ્વારા આંદોલનકારી ખેડૂતોને કચડી નાખી અમાનુષી અત્યાચાર અને હિંસક અથડામણમાં આઠ ખેડૂતોના મૃત્યુના બનાવના વિરોધમાં દેશવ્યાપી આંદોલનમાં મહીસાગર જિલ્લા કોંગ્રેસ સમિતિ અને કિસાન સેલ દ્વારા લુણાવાડા ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ હતું.

જેમાં મહીસાગર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ હરજીવનભાઇ પટેલ માજી વિરોધપક્ષના નેતા પી.એમ.પટેલ, આરોગ્ય સમિતિ માજી ચેરમેન ગુલાબસિંહ ચૌહાણ, સંતરામપુર શહેરના પ્રમુખ દિપેશ પ્રજાપતિ તથા જિલ્લા કિસાન સેલના પ્રમુખ સહિત અનેક કાર્યકર હાજર રહી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...