તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અરજી:ધો.10ની પૂરક પરીક્ષાના પ્રમાણપત્રોનું વિતરણ તા. 21 સપ્ટેમ્બરે કરાશે

લુણાવાડા10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુણ ચકાસણી માટે બોર્ડની વેબસાઇટ પર અરજી કરવી
  • ફી સાથે અરજી 7 દિવસમાં રજિસ્ટર્ડ પોસ્ટથી કરવાની રહેશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધો.10ની માધ્યમિક પ્રમાણપત્ર પૂરક પરીક્ષા ઓગસ્ટ-2020માં જે વિદ્યાર્થીઓએ એક કે બે વિષયની પરીક્ષા આપી જેના પરિણામના ગુણપત્રકો અને પ્રમાણપત્રો તેમજ માર્ચ-2020ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોના પ્રમાણપત્રો જિલ્‍લા કક્ષાએ પહોંચાડવામાં આવ્યા છે. તદ્અનુસાર જિલ્લા કક્ષાએ કોવિડ-૧૯ની પરિસ્થિતને ધ્‍યાનમાં રાખીને શાળાઓને તાલુકાવાઇઝ/ એસવીએસ કક્ષાએ/કોપોર્રેશન વિસ્તારોમાં જિલ્લા કચેરી દ્વારા આગામી તા. 21ના રોજ પરિણામ અને પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવનાર છે જેની જાણ સંબંધિત જિલ્લા કચેરી દ્વારા કરવામાં આવશે.

પૂરક પરીક્ષાના પરિણામ બાદ જે વિદ્યાર્થીઓ ગુણ ચકાસણી કરાવવા ઇચ્છતા હોય તેવા વિદ્યાર્થીઓએ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર મૂકવામાં આવેલી સૂચનાઓનો અભ્‍યાસ કરીને આપેલ પરિશિષ્ટમાં જરૂરી ફી સાથે દિન-7માં રજિસ્ટર પોસ્ટથી અરજી કરવાની રહેશે. કોવિડ-19ની વર્તમાન પરિસ્થિતિના કારણે રૂબરૂ અરજી સ્વીકારવામાં નહીં આવે તેમ ગુજરાત માધ્યમિક અને ઉચ્‍ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરના સચિવ શ્રી ડી. એસ. પટેલે એક યાદી દ્વારા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...