માગ:મહીસાગરના 150 તળાવો સુજલમ સુફલામ કેનાલ દ્વારા ભરવા માગ

લુણાવાડા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુખ્યમંત્રી અને જળ સંપત્તિ અને પાણી પુરવઠાને સાંસદ દ્વારા રજૂઆત કરાઇ
  • ​​​​​​​પાઈપ લાઈન દ્વારા તળાવો ભરવા રૂા.770 કરોડની માગણીથી ખેડૂતોમાં આનંદ

મહીસાગર જિલ્લામાં ભાદર સિંચાઈ, નાની સિંચાઈ, સુજલામ સુફલામ સહિત સિંચાઈ માટે અનેક યોજનાનો છે. તેમ છતાં જિલ્લામાં મોટાભાગના વિસ્તારોમાં સિંચાઇની તથા પીવાના પાણીની સુવિધાઓ ન હોવાથી ખેડૂત પુત્રો નિરાશ જોવા મળ્યા હતા.

ત્યારે સુજલામ સુફલામ કેનાલ આવ્યા બાદ મહીસાગર જિલ્લા લુણાવાડા, વીરપુર, બાલાસિનોર તથા ખેડા જિલ્લાના કઠલાલ અને કપડવંજ સહિતના 150 તળાવો ભરવા સાંસદ રતનસિંહ રાઠોડ માગણી કરી છે. મહીસાગર જિલ્લામાં ખૂબ ઓછો વરસાદ પડવાથી જિલ્લાના મોટાભાગના તળાવો ખાલીખમ છે.

જેથી કૂવા તથા રીંગબોરના તળ નીચે ગયા હોવાથી ખેડૂતો ત્રણ સિઝન પાક ન લેતા હોવાથી આર્થિક રીતે સદ્ધર ન બનતા ખેડૂતોની સ્થિતિ દયનિય છે. જેથી પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઋષિકેશભાઈ પટેલને લેખિત તથા રૂબરૂ મુલાકાત કરી 150 તળાવો ખેડૂતોની જમીન સંપાદન ન થાય અને ખેડૂતોને નુકસાન ન થાય તે રીતે લઈ પાઈપ લાઈન દ્વારા તળાવો ભરવા રૂા. 770 કરોડની માગણી કરાતા જિલ્લાના ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...