તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:મહીસાગર નદીમાં ત્રણ મિત્રોનું ડૂબી જવાથી મોત, ધૂળેટી રંગવિહીન બની

લુણાવાડાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
હાડોડ ગામ પાસે મહીસાગર નદીમાં નાહવા પડેલા ત્રણ યુવકોના મોત નિપજતા લોકટોળા ઉમટ્યા હતા. ત્રણે યુવકોનો ફાઇલ ફોટો - Divya Bhaskar
હાડોડ ગામ પાસે મહીસાગર નદીમાં નાહવા પડેલા ત્રણ યુવકોના મોત નિપજતા લોકટોળા ઉમટ્યા હતા. ત્રણે યુવકોનો ફાઇલ ફોટો
 • લુણાવાડા તાલુકાના હાડોડ ગામ પાસે મહીસાગર નદીમાં બનેલી દુ:ખદ ઘટના
 • નહાવા પડતાં ડૂબી ગયેલા ત્રણે યુવાનોની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલાઇ

લુણાવાડા તાલુકાના હાડોડ ગામ નજીક આવેલા મહીસાગર નદીમાં નાહવા પડેલા ત્રણ યુવાનો ડૂબી જતા મોત નિપજ્યા હતા. મોટી સંખ્યામાં લોકો નાહવા પડ્યા હતા. જેમાંથી ત્રણ યુવાનો નદીમાં ડૂબી જતા રંગોત્સવનો તહેવારમાં પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

મહીસાગર નદીમાં હોડી-ધૂળેટીના તહેવારમાં મોટી સંખ્યામાં લોકો નાહવા માટે આવે છે. ત્યારે બાલાસિનોર તાલુકાના જોરાપુરા ગામના રિતેશકુમાર રણજીતસિંહ ચૌહાણ ઉ.વર્ષ,21 અને સતીષ કુમાર કાંતિલાલ ઉ.વર્ષ 21 તથા કંબોપા ગામના ચિરાગકુમાર દિલીપભાઈ પ્રજાપતિ ઉ.વર્ષ 19 એમ ત્રણે યુવાનો નાહવા પડ્યાં હતા. જે ત્રણે યુવાનોના ડૂબી જતા તેમના મોત નિપજ્યા હતા.

આ બનેલી મોતની ઘટનામાં મૃત્યુ પામેલા ત્રણે યુવકો જીગરજાન મિત્રો હતા. તેમને ડૂબતા જોઈ અન્ય મિત્રો તથા આસપાસના લોકો મદદે આવી બચાવવા પ્રયાસ કર્યો હતો. પરતું ત્યાં સુધીમાં નદીમાં ડૂબી પાણી પીવાથી મોત થયા હતા. જે બાબતે ઘટના સ્થળે પોલીસ પોહચી પંચનામાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ત્રણે યુવાનોની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો