નિમણુક:મહીસાગરમાં આચારસંહિતાના નોડલ અધિકારી તરીકે DDO

લુણાવાડા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ પંચાયત ચૂંટણીનો કાર્યક્રમ જાહેરનામાથી બહાર પડાયો
  • તમામ તાલુકાઓના​​​​​​​ તાલુકા વિકાસ અધિકારીઓની નિમણુક

રાજય ચૂંટણી આયોગ, ગાંધીનગરના સચિવ દ્વારા ગ્રામ પંચાયત સામાન્ય /મધ્યસત્ર/પેટા ચૂંટણી અંતર્ગત ચૂંટણી અંગેનો કાર્યક્રમ જાહેરનામાથી બહાર પાડવામાં આવતાં ગ્રામ પંચાયતોની આગામી ચૂંટણી નિષ્પક્ષ અને ન્યાયી વાતાવરણમાં યોજાય અને રાજય ચૂંટણી આયોગની આચારસહિતાનું ચૂસ્તપણે પાલન થાય તેની તકેદારી રાખવા આચાર સંહિતાના અમલ અર્થે સમગ્ર જિલ્લા માટે નોડલ અધિકારી તરીકે મહીસાગર જિલ્લા પંચાયતના નાયબ જિલલા વિકાસ અધિકારી (મહેસુલ) એસ. કે. પટેલની નિમણુંક કરવામાં આવી છે.

જયારે તાલુકા કક્ષાએ તમામ તાલુકાઓના તાલુકા વિકાસ અધિકારીઓની તાલુકાના નોડલ અધિકારી તરીકે મહીસાગર-લુણાવાડાના રાજય ચૂંટણી આયોગના નોડલ અધિકારી અને નિવાસી અધિક કલેકટર દ્વારા કરવામાં આવી છે. આદર્શ આચારસંહિતાના અસરકારક અમલ અને જિલ્લામાં આચારસંહિતાનો ભંગ થાય તેવા જાહેર સ્થળોએ પોસ્ટરો, ભીંતસૂત્રો, હોર્ડિંગ્સ, બેનર્સ હટાવવાની કામગીરી કરવાની સાથે રાજય ચૂંટણી આયોગ, ગાંધીનગરની આચારસંહિતા સંબંધિત તમામ શરતોનું પાલન થાય તેની તકેદારી રાખવાની સાથે દેખરેખ રાખવાનું કામ કરશે.

અન્ય સમાચારો પણ છે...