તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કપાસની ખરીદી:નસવાડી CCIમાં શુક્રવારે વધુ 115 ખેડૂતોના કપાસની ખરીદી કરાઈ

લુણાવાડાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
નસવાડી સીસીઆઈમાં શુક્રવારે કપાસ ખરીદી કરાઈ હતી. - Divya Bhaskar
નસવાડી સીસીઆઈમાં શુક્રવારે કપાસ ખરીદી કરાઈ હતી.
 • ખેડૂતો પણ હવે તેમનો માર્કેટમાં કપાસ ક્યારે લેવાશેની પૂછપરછ શરૂ કરી

નસવાડી તાલુકો ખેતી આધારિત તાલુકો હોય ત્યારે નસવાડી તાલુકામાં 25 હજાર હેક્ટરથી વધુ જમીનમાં કપાસનું વાવેતર કરાયું છે. ત્યારે ખેડૂતો કપાસનો ભાવ સીસીઆઈમાં વેચે તો સારો મળતો હોય છે. જેને લઈ મોટાભાગના ખેડૂતો પહેલાથી સીસીઆઈમાં કપાસ વેચવાનો આગ્રહ રાખતા હોય પરંતુ આવક વધતા જેને લઈ સીસીઆઈ અમદાવાદ દ્વારા કપાસ ખરીદીની મહત્તમ મર્યાદાને લઈ કપાસ ખરીદી પર કાપ મુકાયો છે.

જેને લઈ અનેક રાજકીય ચૂંટાયેલ નેતાઓથી લઈ જે વર્ષો જૂના રાજકીય નેતાઓ છે તેમના દ્વારા પણ કપાસ ખરીદની મહત્તમ મર્યાદા હટાવવા પત્રથી અને મૌખિક ટેલિફોનિક રજૂઆત સીસીઆઈ અમદાવાદ ખાતે થઈ છે પરતું કોઈ પ્રશ્ન હજુ હલ થયો નથી.

જેને લઈ ખેડૂતો મોટી માત્રમાં કપાસ વેચવા નોંધણી કરાવેલ છે ત્યારે નસવાડી સીસીઆઈમાં શુક્રવારે 115 ખેડૂતોનો કપાસ ખરીદ કરાયો છે. હજુ 900 ખેડૂતો બાકી હોય હવે ખેડૂતોનો ધૈર્ય ધીરજ શક્તિ પણ હવે ડગમગી છે અને નસવાડી માર્કેટમાં તેઓનો વારો ક્યારે આવશેને લઈ પૂછપરછ શરૂ કરી છે. એકંદરે ખેડૂતોના પ્રશ્ન હલ થતા ન હોય ત્યારે ખેડૂતો જાય તો ક્યાં જાય તે મોટો પ્રશ્ન છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો