તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:મહીસાગરમાં 3.54 લાખ નાગરિકોને કોરોના વેક્સિન અપાઇ, 18થી 44 વર્ષની વયના 8325 લોકોને વેક્સિન આપી

લુણાવાડા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
મહીસાગર જિલ્લામાં ઉત્સાહભેર નાગરિકોને કોરોના વિરોધી રસી મુકાવી હતી. - Divya Bhaskar
મહીસાગર જિલ્લામાં ઉત્સાહભેર નાગરિકોને કોરોના વિરોધી રસી મુકાવી હતી.
  • સૌથી વધુ લુણાવાડા તા.માં 1,07,694 લોકોએ વેક્સિન લીધી

વૈશ્વિક મહામારી કોવિડ-19ના સંક્રમણ સામે આરોગ્ય સુરક્ષા કવચ આપતું કોરોના રસીકરણ અભિયાન મહીસાગર જિલ્લામાં પૂરજોશમાં ચાલી રહ્યું છે. જિલ્લા આરોગ્ય તંત્રે જિલ્લા કલેકટર આર. બી. બારડ અને જિલ્લામ વિકાસ અધિકારી કે.ડી.લાખાણી ના માર્ગદર્શન હેઠળ રસીકરણ અભિયાનને વેગવાન બનાવવા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા 18થી 44 વર્ષ વયના નાગરિકોને કોરોના રસી આપવાની કામગીરી હાલ કાર્યરત છે.

ત્યારે 7 જુન સુધીમાં હેલ્થ કોરોના વોરિયર, ફ્રન્ટ લાઈન વોરિયર, 18થી 44 વર્ષ વયના તેમજ 45થી 59 અને 60 વર્ષથી વધુ ઉંમરના કુલ 3.54.693 નાગરિકોએ કોરોના રસીકરણ કરાવી કોરોના સામે આરોગ્ય સુરક્ષા કવચ મેળવ્યું છે. જેમા 6027 આરોગ્ય કોરોના વોરિયર, 9143 ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર, 45થી 59 વર્ષના અને 60થી વધુ ઉંમરના 2.42.042 તેમજ 18થી 44 વર્ષ વયના 8325 જેટલા નાગરિકોને કોરોના રસી મૂકવામાં આવી છે.

અત્યાર સુધીમાં જિલ્લામાં 2.50.367 નાગરિકોને કોરોના રસીનો પ્રથમ તેમજ 1.04.326 નાગરિકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. વધુમાં જિલ્લા કલેકટરે જણાવ્યું કે સાથે સાથે વેક્સિન લીધા પછી પણ ખૂબજ કાળજી રાખી આ રોગની ગંભીરતાને સમજી આપણે બધા સાથે મળી રોગને નિયંત્રણમાં લાવવા તમામ સહયોગ કરશે તેવી આશા વ્યકત કરી હતી.

તાલુકોરસીકરણ
લુણાવાડા107694
બાલાસિનોર50476
સંતરામપુર88651
ખાનપુર29520
કડાણા43302
વિરપુર35050

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...