તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:વિરપુરની કે.સી.શેઠ આર્ટસ કોલેજમાં 7 પ્રોફેસરોને કોરોના

વિરપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સંચાલકો દ્વારા 7 દિવસ કોલેજ બંધ કરવાનો નિર્ણય

મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકાની કે.સી.શેઠ આર્ટસ કોલેજના પ્રોફેસરોને એક સાથે 7 વ્યક્તિઓનો કોરોના પોઝિટિવ આવતા તાલુકામાં હડકંપ મચ્યો છે. મળતી માહિતી મુજબ વિરપુર તાલુકાની કે.સી.શેઠ આર્ટસ કોલેજના બે પ્રોફેસરોનો બે દિવસ પહેલા કોરોનાનો પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા સારવાર અર્થે બાલાસિનોર ખસેડવામાં આવ્યા હતા.

સંક્રમણ અટકાવવા આરોગ્ય વિભાગ દ્વારા બાકીના પ્રોફેસરોને કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં એક સાથે 4 પ્રોફેસરોના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું હતું. હાલ તો તમામ પ્રોફેસરોને સારવાર અર્થે બાલાસિનોર કોવિડ હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યા છે. જોકે કોલેજના સંચાલકો દ્વારા 7 દિવસ દરમિયાન કોલેજ બંધ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે.

કોલેજના આચાર્ય સજીત ત્રિપાઠીના કહેવા મુજબ કોલેજના પ્રોફેસરોને કોરોના પોઝિટિવ આવતા કોલેજમાં છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા યોજાવાની હતી. જે સી.એમ.દેસાઈ હાઈસ્કૂલમાં મકાનમાં લેવાનો નિર્ણય લીધો છે. વિદ્યાર્થીઓ માટે તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે અને તમામ વિધાર્થીઓના ટેમ્પરેચર માપીને પ્રવેશ આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...