તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના બેકાબૂ:સંતરામપુરમાં દુકાનદારો અને વેપારીઓના કોરોના ટેસ્ટ કરાયાં

લુણાવાડાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • તમામ 35ના રિપોર્ટ નેગેટિવ આવતા ગ્રીન કાર્ડ અપાયાં
  • કોરોનાના સંક્રમણને અટકાવવા આરોગ્ય ટીમની કાર્યવાહી

કોરોનાની મહામારીમાં જિલ્લાના નાગરિકોને કોરોના વાયરસના સંક્રમણથી સુરક્ષિત રાખવા અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય અને તેમની તંદુરસ્તી જળવાઇ રહે તેમજ કોરોના સંક્રમણને વધુ ફેલાતો અટકાવી શકાય તે હેતુથી મંગળવારે સંતરામપુર ખાતે લાયઝન અધિકારીના માર્ગદર્શન હેઠળ મામલતદાર સહિતની આરોગ્યની ટીમ દ્વારા સંતરામપુર નગરપાલિકાના ગોધરા ભાગોળ વિસ્તારમાં વિવિધ દુકાનદારો, શાકભાજી-ફ્રૂટની લારીઓની મુલાકાત લીધી હતી. આ દરમિયાન આરોગ્ય ટીમ દ્વારા સંતરામપુરમાં 35 એન્ટિજન રેપિડ ટેસ્ટ લેવામાં આવ્યા હતા. જે તમામના રિપોર્ટ નેગેટિવ આવતાં આ તમામ વેપારીઓને ગ્રીન કાર્ડ આપ્યા હતા. ઉપરાંત આ ટીમ દ્વારા દરેક દુકાનદારો અને શાકભાજીનો વ્યવસાય કરતાં વેપારીઓને સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્કની ઉપયોગીતા અને સેનિટાઇઝરના ઉપયોગ વિશે તેમજ માસ્ક પહેર્યા વગર આવતા ગ્રાહકોને માલ ન આપવા તેમજ દુકાનમાં-લારી પર સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય તે જોવા અને હાથ ધોવા અંગે સમજ આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...