કોરોના વાઈરસ:મહીસાગર જિલ્લામાં ચોથા લૉકડાઉનમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો : 10 દિવસમાં કેસ બમણા થયા

લુણાવાડા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગુરૂવારે કોરોનાના 8 કેસ સાથે જિલ્લામાં કુલ પોઝિટિવ કેસ 120 થયા

મહીસાગર જિલ્લામાં ચોથા ચરણમાં કોરોનાનો કહેર ત્રાટકતાં જિલ્લામાં પોઝીટીવ કેસોની સંખ્યામાં ભયજનક રીતે વધારો થઇ રહ્યો છે. માત્ર 10 દિવસમાં કેસ ડબલ થયા. જિલ્લામાં 8 પોઝીટીવ કેસ નોંધાતા કુલ આંકડો 120 પર પહોંચ્યો છે  આજે કડાણા તાલુકામાં 3, લુણાવાડા તાલુકામાં 1, ખાનપુર તાલુકામાં 1,સંતરામપુર  તાલુકામાં 1 અને બાલાસિનોર તાલુકામાં 2 મળી કુલ 8 પોઝીટીવ કેસ સાથે સંખ્યા 120 પર  પહોંચી છે. ગુરૂવારે પોઝિટીવ આવેલ દર્દીમાં કડાણા તાલુકામાં 3 કેસમાં ઝાલાસાગ 23 વર્ષ પુરુષ, કાકરી મહુડી 28 વર્ષ  પુરુષ  ઝાલાસાગ - 40 વર્ષ  પુરુષ, સંતરામપુર તાલુકામાં 1 કેસમાં ગુવાલિયા 53વર્ષ પુરુષ, લુણાવાડા તાલુકાના 1 કેસમાં ઉંદરા 23 વર્ષ સ્ત્રી ,ખાનપુર તાલુકાના  1 કેસમાં મુડાવડેખ 30 વર્ષ પુરુષ તથા બાલાશિનોર તાલુકાના શહેરી વિસ્તારમાં 2 કેસ બંને 22 વર્ષ સ્ત્રીઓ મળી કુલ 8 કેસ નોંધાયા છે.

ગુરૂવારે 3 દર્દીઓ કોરોના મુકત થતાં રજા આપી છે. બાલાશિનોરમાં 25 વર્ષ સ્ત્રી, 45 વર્ષ પુરુષ અને  58 વર્ષ  પુરુષનો સમાવેશ થાય છે. મહિસાગરમાં કોરોનાના કુલ 120 પોઝિટીવ કેસ છે. જેમાં કુલ 69 દર્દી સારવાર હેઠળ છ. 60 કેએસપી કોવીડ હોસ્પિટલ બાલાશિનોર ખાતે, 2 ડિસ્ટ્રીક હોસ્પિટલ લુણાવાડા, તેમજ ગોત્રી મેડીકલ કોલેજ, 1  ટ્રીકલર હોસ્પિટલ વડોદરા અને 1 હોમ આઈસોલેશન છે, ૧ વડોદરા ખાતે કોરોન્ટાઈન ફેસિલિટી આઈશોલેશનમાં સારવાર હેઠળ છે. અવરજવર બંધ કરાવી કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કર્યા છે. કેસ નોંધાયા બાદ કલેકટર દ્વારા જાહેરનામા પ્રસિધ્ધ કરી વિવિધ વિસ્તારને કન્ટેન્મેન્ટ એરિયા અને બફર ઝોન જાહેર કરવામાં આવ્યા છે.જિલ્લામાં  આજે ત્રણ દર્દીઓને રજા આપતાં અત્યાર સુધીમાં ૪૯ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી ઘરે પરત ફર્યા છે. જયારે બે મૃત્યુ નોંધાયા છે અને ૬૯ એક્ટીવ કેસ છે.

પોઝિટિવ કોરોનાગ્રસ્ત દર્દીની સંખ્યા
} બાલાસિનોર 25 કેસ } વીરપુર 15 કેસ } ખાનપુર 16 કેસ } સંતરામપુર 23 કેસ } લુણાવાડા 15 કેસ } કડાણા 25 કેસ } કોરોનાઅંતર્ગત તપાસેલ કુલ સેમ્પલ – 2038 } કોરોના નેગેટીવ આવેલ દર્દીની સંખ્યા - 1854 } હોમ ક્વોરોન્ટાઈન રાખવામાં આવેલ વ્યક્તિઓની સંખ્યા 4057 } આજ રોજ પોઝિટીવ આવેલ દર્દીઓની સંખ્યા - 08 } કોરોના પોઝીટીવ આવેલ દર્દીની સંખ્યા  120 } કોરોના રજા આપેલ દર્દીઓની સંખ્યા - 49 } કોરોના મૃત્યુ પામેલ વ્યક્તિ 02 } હાલમાં કોરોના એકટીવ દર્દી ની સંખ્યા - 69

અન્ય સમાચારો પણ છે...