કોરોનાનો કહેર:મહીસાગર જિલ્લામાં કોરોના વિસ્ફોટ, 8 પોઝિટિવ કેસ સાથે કુલ કેસોની સંખ્યા 174

લુણાવાડા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વૈશ્વિક મહામારી કોરોનાના પગલે લોકડાઉન બાદ અનલોક-1 અને હાલમાં અનલોક-2માં વધુ છુટછાટોના કારણે કોરોના સક્રમણમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં મહીસાગરમાં પણ કોરોનાનો કહેર દિન પ્રતિદિન વધી રહ્યો છે. મંગળવારે એક સાથે 08 પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લાવાસીઓમાં ફફડાટ ફેલાયો છે. જેમા 32 વર્ષીય આરોગ્ય કર્મીનું સારવાર દરમિયાન મોત થતા મૃત્યુ આંક 08 થયો છે.

અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 174  કેસ નોધાયા
મહિસાગરમાં મંગળવારે કોરોના પોઝેટીવના નોધાયેલા આઠ કેસમાં લુણાવાડામાં 35 વર્ષના અને 45 વર્ષના પુરુષ અને 60 વર્ષની મહિલા સાથે કુલ 03 કેસ , બાલાસિનોરમાં 55 વર્ષ, 42 વર્ષ અને 30 વર્ષના પુરુષ અને 49 વર્ષની મહિલા સાથે કુલ 04  કેસ અને સંતરામપુરમાં 32 વર્ષના પુરુષનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 174  કેસ નોધાયા છે.  જેમાંથી કુલ 135 દર્દીઓ સ્વસ્થ થયા છે. તેમજ જિલ્લાના 147 હોમ ક્વોરન્ટાઇન હેઠળ છે. જિલ્લામાં કુલ 08 મૃત્યુ નોંધાયા છે. હાલમાં કોરોના પોઝીટીવ આવેલ 31  દર્દીઓ  સામાન્ય હાલતમાં છે. જ્યારે સંતરામપુરના 32 વર્ષીય આરોગ્ય કર્મી અમીત સુથારનું મોત થયું હતું જે કોરોના પોઝિટિવ હતા.

અન્ય સમાચારો પણ છે...