તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:મહીસાગરમાં કોરોના વિસ્ફોટ, મંગળવારે 43 કેસ, જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે કુલ 9નાં મોત

લુણાવાડા7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 30 દર્દીઓ સ્વસ્થ થતાં રજા અપાઇ, 254 દર્દીઓ સારવાર હેઠળ

મહીસાગર જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અનેકવિધ પગલાંઓ ભરાઇ રહ્યા છે. તેમ છતાં જિલ્લામાં લોકો બિન્ધાસ્ત રહેતાં કોરોના સંક્રમિતોમાં સતત વધારો થઇ રહ્યો છે. મંગળવારે જિલ્લામાં કોરોના વિસ્ફોટ થયો હતો. એક દિવસમાં 43 કેસો મળી આવતા તંત્ર દોડતું થઇ ગયું છે. જેમાં બાલાસિનોર તાલુકાની 5 સ્ત્રી, 5 પુરુષ, કડાણાની 5 સ્ત્રી, 5 પુરુષ, ખાનપુરની 1 સ્ત્રી, 2 પુરુષ, લુણાવાડાની 1 સ્ત્રી, 4 પુરુષ, સંતરામપુરની 3 સ્ત્રી, 7 પુરુષ, વિરપુરની 2 સ્ત્રી, 3 પુરુષોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં જિલ્લામાં કોરોનાના કુલ 2592 કેસ નોંધાયા છે.

જિલ્લામાં સારવાર લઇ રહેલા દર્દીઓ પૈકી કડાણા તાલુકાની 1 સ્ત્રી, 1 પુરુષ, ખાનપુરની 5 સ્ત્રી, 5 પુરુષ, લુણાવાડાની 3 સ્ત્રી, 8 પુરુષ, સંતરામપુરની 1 સ્ત્રી, 6 પુરુષ દર્દીઓએ કોરોનાને માત આપતાં જિલ્‍લામાં અત્યાર સુધી કુલ 2290 દર્દીઓ સ્વસ્થ થયા છે. જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે 9ના મૃત્યુ થયા છે. જ્યારે અન્ય કારણથી 39ના મૃત્યુ થતાં જિલ્લામાં કુલ 48 મૃત્યુ નોંધાયા છે.

અત્યાર સુધીમાં જિલ્લામાં સીઝનલ ફ્લૂ/ કોરોનાના કુલ 1,51,554 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જિલ્લાની 485 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન હેઠળ રાખવામાં આવી છે. કોરોના પોઝિટિવ આવેલ દર્દીઓ પૈકી 230 દર્દીઓ સ્ટેબલ, 19 દર્દીઓ ઓક્સિજન પર અને 5 વેન્ટિલેટર પર છે.

ખેડા જિ. પં. પૂર્વ પ્રમુખ કોરોના સંક્રમિત
વિરપુર પંથકમાં કોરોના પોઝિટિવ કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે ખેડા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ મુકેશભાઇ શુક્લ પણ કોરોના સંક્રમિત થતાં નેતાઓની આ યાદીમાં વધુ એકનો ઉમેરો થયો છે. ખેડા જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ તેમજ તેમનો પુત્ર મહિસાગર જિલ્લા પંચાયત સભ્ય પિનાકિન શુક્લ સહિત પરિવાર કોરોનાથી સંક્રમિત થયો છે.શુક્લ પરિવારે 20 દિવસ અગાઉ કોરોના વિરોધી રસી મુકાવી હતી.

બાલાસિનોરમાં સંક્રમણ વધતાં તંત્ર એલર્ટ
બાલાસિનોર તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી સંક્રમિતોમાં વધારો થતો તાલુકામાં વિસ્ફોટક સ્થિતિ સર્જાઇ છે. બે દિવસમાં 60થી વધુ લોકો સંક્રમિત થયા છે. પરંતુ અારોગ્ય વિભાગ દ્વારા સાચા આંકડા નહિ અપાતાં લોકો કોરોનાની ગંભીરતા સમજતા નથી અને બેફામ બની માસ્ક વગર ફરી રહ્યા છે. જેથી તંત્રે કડક બની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો