તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:થર્મલ પાવર સ્ટેશન STP દ્વારા મહી નદીમાં ઠલવાતું દૂષિત પાણી

સેવાલીયા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • GPCB જાગૃત થશે કે પછી ગ્રામજનો દૂષિત પાણી પીતા રહેશે?

લોકમાતા મહીસાગરને આજના કળિયુગના જમાનામાં વણાંકબોરી થર્મલ પાવર સ્ટેશનના એસ.ટી.પી પ્લાન્ટમાંથી દુષિત પાણી પાઇપલાઇન મારફતે ઠાલવવામાં આવે છે. એસ.ટી. પી.પ્લાન્ટ નાનો છે જેને લઈ તેને મેન્ટન કરાતો નથી. એસટીપી પ્લાન્ટની કેપેસિટી છોડવામાં આવતા પાણી કરતા ઓછી હોવાથી દૂષિત પાણી પણ મહીસાગર નદીમાં જાય છે. જેના કારણે ગામડાં અને શહેરનાં લોકો આનો પીવાના પાણીમાં ઉપયોગ કરે છે સાથે માથે ચઢાવે છે.

સરકાર દ્વારા નદીઓની સ્વચ્છતા જળવાય તે માટે હુકમો કરેલા છે પરંતુ વણાંકબોરી થર્મલમાં બેઠેલા અધિકારીઓ આવી માન્યતાઓ ગેરસમજ સમજી લોકોની શ્રદ્ધા સાથે રમત રમી રહ્યા છે. એસ.ટી.પીનું દૂષિત પાણી મહીસાગર નદીના પાણીમાં ભડવાથી અત્યંત દૂષિત થઈ જવા પામ્યું છે.જેને કારણે પર્યાવરણ પ્રેમીઓની પણ નારાજગી થર્મલના તંત્ર પ્રત્યે ભારે રોષની લાગણી વ્યક્ત કરી રહ્યા છે.

વણાંકબોરી થર્મલ પાસેજ આવેલું ગળતેશ્વરનું મુખ્ય મથક અને આસપાસની પ્રજા આ દૂષિત પાણી પીવા મજબૂર બનેલું છે. આસપાસના ખેડૂતોને આ મહીસાગરમાં છોડવામાં આવેલી ગંદકીની ગંધ દૂર સુધી પ્રસરાતી હોવાને કારણે જીવન જીવવું મુશ્કેલ બની ગયું છે. વધુમાં કુણીના આગેવાનોના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક સમયથી એસટીપી દ્વારા પાણી મહીસાગર નદીમાં છોડવામાં કારણે ખુબ જ મોટા પ્રમાણમાં ગંદીવાસ ભારે માત્રામાં વાતાવરણમાં ભળે છે જેને કારણે રોગો પણ વધી રહ્યા છે.

આ અંગે વારંવાર તાલુકા અને જિલ્લા લેવલે સુધી રજૂઆત કરવામાં આવી છે. જેથી આ ગંભીર બાબતે ખેડા જિલ્લા તંત્ર અને GPCB જાગૃત થશે કે પછી આ જ રીતે ગ્રામજનો અને શહેરીજનો દૂષિત પાણી પીતા રહેશે તે જોવું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...