તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગણી:લુણાવાડા સિવિલનું બાંધકામ 3 વર્ષથી ખોરંભે

લુણાવાડા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
સિવિલ હોસ્પિટલનું કામ કેમ અધૂરૂ મુકાયું તે અગે મૂંઝવણ. - Divya Bhaskar
સિવિલ હોસ્પિટલનું કામ કેમ અધૂરૂ મુકાયું તે અગે મૂંઝવણ.
 • હોસ્પિટલનું કામ કયા કારણોસર અધૂરું મુકેલ છે તે અંગે તપાસ કરવાની માગ
 • સિવિલનું કામ પૂર્ણ કરવા મહીસાગર જિલ્લા કોંગ્રેસ સેવાદળનું કલેક્ટરને આવેદન

મહીસાગર જિલ્લામાં સિવિલ હોસ્પિટલની મંજૂરી મળ્યા બાદ સિવિલ હોસ્પિટલનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ લાંબા સમયથી સિવિલ હોસ્પિટલનું કામ અટવાયું છે. ત્યારે મહીસાગર જિલ્લા કોંગ્રેસ સેવાદળ દ્વારા સિવિલ હોસ્પિટલનું અધુરા કામ વહેલી તકે પુર્ણ કરવામાં અાવે તેવી માંગ સાથે આવેદનપત્ર અાપી રજુઆત કરી હતી. જેમા જણાવ્યુ હતુ કે લુણાવાડા ખાતે રાજય સરકાર દ્વારા આરોગ્ય વિભાગમાં મોટી સિવિલ હોસ્પિટલ મંજુર કરેલ છે. અને જેનું કામ ત્રણ વર્ષ પહેલા શરૂ કરી અધુરૂ મુકી દીધેલ છે. તથા સિવિલ હોસ્પિટલનું કામ કયાં કારણો કોન્ટ્રાકટર દ્વારા અધુરૂ મુકવામાં આવેલ છે તે પ્રજાને ખબર પડતી નથી અને આ સિવિલ હોસ્પિટલની ટેન્ડર પ્રક્રિયાની તમામ કાર્યવાહી થઈ ગયેલ છે તો હોસ્પિટલનુ કામ કયા કારણોસર અધુરૂ મુકાયું છે

એતપાસ કરવાની માંગ રજુ કરી છે વધુમાં Covid - 19 મહામારીના કપરા સમયમાં સિવિલ હોસ્પિટલનું કામ તાત્કાલીક પૂર્ણ કરી હોસ્પિટલની સેવા તાત્કાલીક ધોરણે લોકો સુધી પહોંચે માટે કામ ચાલુ કરાવવા રજુઆત છે. આવેદન આપવા ગુજરાત પ્રદેશ સેવા દળ ઉપપ્રમુખ,જિલ્લા સેવાદળ પ્રમુખ સહિત અનેક કાર્યકરો જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો