તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી:મહિસાગરમાં કલેક્ટર કચેરી સહિતના સ્થળે બંધારણ દિન ઉજવાયો

લુણાવાડા8 મહિનો પહેલા
  • કૉપી લિંક

લોકતંત્રમાં સંવિધાન-બંધારણ સર્વોપરિ હોઇ તેની રક્ષા કરવી એ આપણું કર્તવ્ય છે. તો જ લોકશાહિ પ્રબળ અને મજબૂત બને તેવો ધ્યેય રાખીને લોકો માટે, લોકો વડે, લોકો થકી આ લોકતંત્રની બંધારણની ગરિમા આપણે સૌએ વધારવાની છે.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ 2014 થી તા.26 નવેમ્બરને રાષ્ટ્રભરમાં સંવિધાન દિવસ તરીકે ઉજવવાની પરંપરા અંતર્ગત મહિસાગર જિલ્લા કલેક્ટર બારડે જિલ્લા કલેકટરાલયના પટાંગણમાં તથા જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીએ જિલ્લા પંચાયત તેમજ વિવિધ કચેરીઓ, એસ.ટી.ડેપો સહિત તાલુકા મથકોએ અધિકારીઓ-કર્મચારીઓ વગેરેએ બંધારણના આમુખના સમૂહ પઠનમાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...