તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સારવારની મંજૂરી:મહીસાગરની પાંચ ખાનગી હોસ્પિટલોને કોવિડ-19ની સારવાર માટે શરતી મંજૂરી

લુણાવાડા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આઇ.સી.યુ. વગર દિવસના ખાનગી હોસ્પિટલો રૂા.5700થી વધુ લઇ શકશે નહીં
 • જિલ્લા કલેક્ટર દ્વારા કોવિડ-19 હોસ્પિટલનો ડેજીગ્નેટેડ તરીકે મંજૂરી આપતો હુકમ

મહીસાગર જિલ્લા કલેકટર અને ડીડીઓના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અનેકવિધ પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે. કોવિડ-19ના દર્દીઓને સારવાર આપી શકે તેવી સરકારી અથવા ખાનગી હોસ્પિટલો ડેજીગ્‍નેટેડ કરવી જરૂરી હોઇ મહીસાગર જિલ્લામાં ખાનગી તબીબ દ્વારા સરકારની ગાઇડલાઇન મુજબ દર્દીઓને સારવાર આપવાની શરતે કોવિડ-19ને દર્દીઓને સારવાર આપવા મંજૂરી માંગવામાં આવતાં મહીસાગર જિલ્લાની પાંચ(પ) હોસ્પિટલને તા.26મી માર્ચથી એક માસ સુધી સરકારની ગાઇડલાઇન મુજબ કેટલીક શરતોને આધીન કોવિડ-19 હોસ્પિટલ ડેજીગ્‍નેટેડ તરીકે મંજૂરી આપતો હુકમ બહાર પાડીને મહીસાગર-લુણાવાડાના જિલ્‍લા કલેકટર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

મહીસાગર જિલ્‍લામાં જે પાંચ હોસ્‍પિટલોને મંજૂરી આપવામાં આવી છે તેમાં લુણાવાડાની લીલાવતી હોસ્‍પિટલને-20 પથારીની, શ્રધ્ધા હોસ્‍પિટલને -05 પથારીની, બાલાસિનોરની સર્વોદય હોસ્પિટલને-20 પથારીની, સંતરામપુરની દેવસત‍ય હોસ્પિટલ એન્ડ આઇ.સી.યુ.ને-05 પથારીની અને લુણાવાડાની ભાવસાર હોસ્પિટલ એન્ડ હાર્ટકેર સેન્ટરને-06 પથારીની મંજૂરી આપવામાં આવી છે. આ હોસ્પિટલમાં ખાનગી હોસ્‍પિટલ દ્વારા દર્દીઓને સ્વખર્ચે આપવામાં આવતી કોવિડની સારવાર માટે વોર્ડના એક દિવસનો ચાર્જ આઇ.સી.યુ. ફેસીલીટી સિવાયના રૂા.5700/-નો નિયત કરવામાં આવ્યો છે તેનાથી વધુ કોઇ ચાર્જ લઇ શકાશે નહીં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો