તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:કોયડમ ગામે પૈસાની ઉઘરાણી કરનારને માર મારતાં ફરિયાદ

વિરપુર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઇજાગ્રસ્ત - Divya Bhaskar
ઇજાગ્રસ્ત
  • હાર્ડવેરના 1 લાખના સામાનના પૈસા માટે ધક્કા ખવડાવતા હતા

વિરપુર તાલુકાના રડીયાત ગામના હાર્ડવેરની દુકાન ધરાવતાં હેમાંશુભાઈ દિનેશભાઈ પટેલે હાર્ડવેરનો અેક લાખનો સામાન કોયડમ ગામના શિવમ હાર્ડવેરના ભાગીદારો દિપકભાઇ દિનેશભાઇ પટેલ, ધવલભાઇ રતિલાલ પટેલ, વિજયભાઇ ડાહ્યાભાઇ પટેલ તથા જીગ્નેશભાઇ જસુભાઇ પટેલને વેચાણથી અાપ્યો હતો. જેની ઉધરાણી બે દિવસ બાદ જતાં પૈસા નથી તેમ કહીને ધક્કા ખવડાવતા હતા.

છેલ્લા ત્રણ માસથી પૈસા આપવા માટે ધક્કા ખવડાવતા હતા. ગુરૂવારના રોજ શીવમ હાર્ડવેર દુકાન જઇને દીપકભાઇ દીનેશભાઇ પટેલ પાસે હિમાંશુભાઈએ બાકીના પૈસા અાપી દો તેમ કહેતાં દિપકભાઇ કહેલું કે તમે આપેલો હાર્ડવેરનો સામાન તો ખરાબ છે તમે પાછો લઇ જાઓ તેમ કહ્યું. હિમાશુંભાઇઅે તમે સામાન લઇ ગયા ચાર મહિના થયો હું કેમનો પાછો લઇ જાવુ તેમ કહેતા દીપકભાઇઅે ઝપાઝપી કરી ગડદાપાટુનો માર મારવા લાગેલા અને દુકાનમાંથી પાવડાના હાથાથી ઇજાઅો કરી હતી. અા અંગેની પોલીસ ફરીયાદ દિપકભાઈ વિરુદ્ધ હિમાંશુભાઈએ વિરપુર પોલીસમાં નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...