તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:લુણાવાડા ખાતે ક્રાઈમ એન્ડ કરપ્શન કંટ્રોલ એસો.ના નામે આરોપીને પકડવા આવેલ 7 શખ્સો સામે ફરિયાદ

લુણાવાડા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
લુણાવાડામાં આરોપીને પકડવા આવેલા ક્રાઈમ એન્ડ કરપ્શન કંટ્રોલ એસો.ના 7 ઝડપાયા. - Divya Bhaskar
લુણાવાડામાં આરોપીને પકડવા આવેલા ક્રાઈમ એન્ડ કરપ્શન કંટ્રોલ એસો.ના 7 ઝડપાયા.
  • જાહેર નોકર તરીકેની ઓળખ આપી પોતાની પાસે જાહેર નોકર હોવા અંગેનું ઓળખપત્ર રાખી ગુનો આચર્યો
  • પોલીસ ન હોવા છતાં વગર પોલીસની મદદે દે. બારીયાના આરોપીને લુણાવાડામાં પકડવા આવ્યા હતા શખ્સો

લુણાવાડા પોલીસ સ્ટેશનનાે સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમ્યાન લુનેશ્વર ચોકી પાસે કાર શંકાસ્પદ હાલતમાં જણાતા તેમાં બેઠેલા માણસોની પૂછપરછ કરતા તેઓએ પોતાના ખિસ્સામાંથી ઓળખકાર્ડ કાઢી જણાવેલ કે અમો ક્રાઈમ એન્ડ કરપ્શન કંટ્રોલ એસો.માંથી આવીએ છીએ અને અમો લુણાવાડામાં આરોપીની તપાસ કરવા માટે આવેલ તેવું જણાવતા ગાડીમાં બેઠેલા 7 આરોપીઓ પાસેથી ક્રાઈમ એન્ડ કરપ્શન એસો. નામનું આઈકાર્ડ પોલીસની લાઠી તેમજ ઈકો કાર પર ક્રાઈમ એન્ડ કરપ્શન એસો.નામનું બોર્ડ લગાવી પોલીસની મદદ વગર દે.બારીયા પોલીસ સ્ટેશમાં પોસ્કો મુજબના ગુનાના આરોપી વિજયભાઈ વાઘરી રહે. ઉછવનના આરોપીનું લોકેશન લુણાવાડા લીલાવતી હોસ્પિટલ પાછળ વાઘરીવાસનુંં લોકેશન મળતાં જેને પકડવા માટે આવેલ અને FRIની કોપી પણ બતાવેલ અને જે પકડવા બાબતેની મંજૂરી ન મેળવેલ કે આધાર પુરાવો કે પોલીસની મદદ મેળવેલ ન હોવાની હકીકત જણાતા તમામ ઈસમો પોતે જાહેર નોકર તરીકેની ઓળખ આપી પોતાની પાસે જાહેર નોકર હોવા અંગેનું ઓળખપત્ર રાખી ગુનો કરતા સાતે ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

ઝડપાયેલાં આરોપીઓની યાદી

  • ફારૂક અબ્દુલ્લા કાળું
  • ઇમરાન ઇસુફખાન પઠાણ​​​​​​​
  • ખીલજી ઇસ્તીયાક અસ્પાક
  • અશરફ સાદિક શેખ​​​​​​​
  • રિજવાન એહમદ હયાત​​​​​​​
  • સાજીદ ઐયુબ પટેલ​​​​​​​
  • ​​​​​​​રાહીમખાં મનસૂખખાન પઠાણ-ડ્રાયવર તમામ રહે, દ. બારીયા
અન્ય સમાચારો પણ છે...