રક્તદાતા જાગૃત:7 મહિનામાં 30 કેમ્પમાં 700 યુનિટ રક્ત ભેગું કર્યું

લુણાવાડા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
નવ રચિત બ્લડ બેંકમાં લોહોની અછત ન વર્તાઈ - Divya Bhaskar
નવ રચિત બ્લડ બેંકમાં લોહોની અછત ન વર્તાઈ
  • કોરોનામાં રકતદાતા માટે સ્પેશિયલ પાસ ઇશ્યુ કરાવીને રક્ત અેકત્રિત કર્યું

લુણાવાડા તથા જિલ્લાના આજુબાજુના વિસ્તારમાં કોરોના કાળ દરમિયાન જાહેર કાર્યક્રમો બંધ થયા હતા. જેના કારણે બ્લડ ડોનેશન કેમ્પો પણ બંધ થતાં લોહીની અછતનને ધ્યાનમાં લઇ મહીસાગર જિલ્લા રેડક્રોસ સોસાયટી ની શાખા 10/03/2021 ના રોજ શરૂ કરવામાં આવી હતી. કોરોનાના કપરા કાળમાં બ્લડ બેન્કે સરકારમાં ખાસ મંજુરી મેળવી કોરોના કાળમાં ડોનરોને લાવવા - મુકવાની વ્યવસ્થા કરતાં લોહીની અછત થઇ ન હતી અને કોરોના કાળમાં વધુ લોહી એકત્ર કરવામાં સફળતા મેળવી હતી.

ડોનરો જાગૃત હોવાથી ઇમરજન્સી સમયે દર્દીઓને બ્લડ મળી રહ્યું હતું. નવ રચિત મહીસાગર જિલ્લાની નવ રચિત પ્રથમ બ્લડ બેન્ક ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા સંચાલિત બ્લડ બેન્કમાં કોરોના કાળમાં પણ બ્લડ ઘટયું ન હતું. કારણ કે કોરોના કાળમાં બ્લડ બેન્કના ટ્રસ્ટીઓ અને કર્મચારીઓએ વિશેષ કામગીરી કરી હતી. કેમ્પો બંધ થતાં કંપનીઓ,રાજકીય પાર્ટીઓ,શાળા-કોલેજ અને સોસાયટીમાં રહેતા ડોનરો બ્લડ ડોનેટ કરી શકે તે માટે સરકાર પાસે સ્પેશિયલ મંજુરી સાથે પાસ મેળવામાં આવ્યા હતાં.

બ્લડ બેન્કના ચેરમેન મનોજ પટેલએ જણાવ્યું હતું કે સેક્રેટરી સંજય શાહ અને ટ્રેઝરર માર્ગેસ શુકલ દ્વારા પોતાની પ્રાઇવેટ ગાડીમાં ડોનરોને લાવવા લઇ જવાની તમામ વ્યવસ્થા ગોઠવામાં આવી હતી. શહેર તથા ગામડાઓમાં અલગઅલગ સ્થળોથી ડોનરોને બોલાવીને બ્લડ એકત્ર કર્યું હતું. સાથે ડોનરોએ પણ જીવના જોખમે કોરોના કાળમાં બ્લડ બેન્કમાં આવીને બ્લડ આપ્યું હતું . બ્લડ બેન્કના સ્ટાફે પીપીઈ કીટ પહેરીને બ્લડ એક્ત્ર કરવાની કામગીરી કરી હતી. પરિણામે કોરોના કાળમાં બ્લડ બેન્કમાં લોહીની અછત પડી ન હતી.

થેલેસેમિયા-સિકલસેલના દર્દીની સેવા થઇ
ઈન્ડિયન રેડક્રોસ સો.સા દ્વારા સાત મહિનાના ટૂંકા ગાળામાં 30 કેમ્પ યોજી 700 યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યું. જેમાંથી 400 યુનિટ ગર્ભવતી મહિલાઓને ટેસ્ટિંગ ચાર્જમાં આપવામાં આવ્યું અને થેલેસેમિયા તેમજ સિકલસેલ ના પેશન્ટ ને મફત બ્લડ આપવામાં આવ્યું તેમ કુલ મળી 650 દર્દીઓમે બ્લડ પૂરું પાડવામાં આવ્યું.

અન્ય સમાચારો પણ છે...