કાર્યવાહી:કડાણા મામલતદાર કચેરીનો સર્કલ ઓફિસર રૂ. 3 હજારની લાંચ લેતાં રંગેહાથ ઝડપાઇ ગયો

દિવડા કોલોનીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સર્કલ ઓફિસર. - Divya Bhaskar
સર્કલ ઓફિસર.
  • હયાતીમાં નામ દાખલ કરવા લાંચની માંગણીમાં એસીબીના છટકામાં પકડાયો

મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં સોમવારે સવારે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ગોઠવવામાં આવેલ છટકામાં મામલતદાર કચેરી ખાતે ફરજ બજાવતા સર્કલ ઓફિસર હિતેશભાઈ જેઠાભાઈ પંચાલ રૂા.3000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા. આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ સર્કલ ઓફિસર હિતેશ પંચાલ દ્વારા ફરિયાદીના ભત્રીજાનું નામ હયાતીમાં દાખલ કરવા માટે રૂા.3000 લાંચની માંગણી કરી હતી. પરંતુ ફરિયાદી આ બાબતે લાંચ આપવા માટે તૈયાર ન હોય ત્યારે સર્કલ અધિકારી દ્વારા સરકારી રાહે થતા કામ માટે લાંચની માંગણી કરી હતી. અને જો લાંચની રકમ નહીં આપવામાં આવે તો કામ નહિ થાય તેવી ધમકી ઉચ્ચારી હતી.

જેથી ફરિયાદી દ્વારા મહીસાગર એસીબીને આ અંગે ફરિયાદ કરી હતી. ત્યારે મહીસાગર જિલ્લાના ACB ઈન્ચાર્જ પીઆઈ વી.આર.વસાવા અને એએસઆઇ સંગીતાબેન તેમજ તેમની ટીમ દ્વારા લાંચની રકમ સ્વીકારતા રંગે હાથ પકડવા માટે છટકું ગોઠવ્યું હતું. જેમાં ફરિયાદી દ્વારા મામલતદાર કચેરીમાં આવેલ સર્કલ ઓફિસર કેબિનમાં જઈ લાંચની રકમ આપવામાં આવી હતી. જેમા સર્કલ અધિકારી હિતેશ પંચાલ દ્વારા આ રકમ સ્વીકારવામાં આવતા વોચ ગોઠવી બેઠેલ એસીબી ટીમ દ્વારા લાંચની રકમ સાથે હિતેશ ભાઈ જેઠાભાઈ પંચાલ(સર્કલ ઓફિસર) કડાણા. રહે.ઘાટાવાડા. (કડાણા)ને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...