તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:સસ્તા અનાજની દુકાનના પ્રમુખની દુકાનનો પુરવઠો 30 દિવસ માટે રદ

લુણાવાડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિરણીયા-1ની સસ્તા અનાજની દુકાનનો પરવાનો 30 દિવસ માટે રદ કરાયો

મહીસાગર જિલ્લામાં પંડિત દિન દયાલ ગ્રાહક ભંડાર એટલે કે સસ્તા અનાજની દુકાનદારો દ્વારા ગેરરીતિ આચરી અનાજનો પુરવઠો ગ્રાહકોને ઓછો આપવા બાબતે જીલ્લામાં અનેક ફરિયાદો વર્ષોથી ઉઠેલી છે ત્યારે લુણાવાડા તાલુકાના વિરણીયા-1 સસ્તા અનાજની દુકાનની છેલ્લા ત્રણ માસથી સ્થાનિક લોકોની ખૂબ જ ફરિયાદો અને ગેરરીતિ આચર્યાની બૂમો ઉઠી હતી.

ફરિયાદ મળતાં જિલ્લા પુવઠા અધિકારી દ્વારા તાપાસ કરતાં રેશનકાર્ડ ધારક પરમાર રમીલાબેન બાબુભાઇ અને નાયક અશ્વિનભાઈ ફતાભાઈ ને નિયત જથ્થા પ્રમાણ કરતા ઓછો જથ્થો આપેલ તેમજ દુકાન નિયમિત પણે ખોલતા ન હોવાની હકીકત પંચો દ્વારા જણાવેલ હતી.

જે બાબતે આધાર પુરવા ધ્યાને રાખી જિલ્લા એસોસિએશનના પ્રમુખ ઇન્દ્રસિંહ એન. સોલંકીની સસ્તા અનાજની વિરાણીયા-1 દુકાનનો પુરવઠો 30 દિવસ માટે મહીસાગર જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા રદ કરવામાંઆવ્યો છે. વિરણીયા-2ના દુકાનદાર જે પાછલા કેટલાક વર્ષોથી સરકારી ચમારીયા દુકાનના ચાર્જમા છે તેમને ભાર સોંપવામાં આવ્યો છે.

આજ દુકાનદાર દ્વારા અન્ય લુણાવાડામાં નગર પાલિકા કર્મચારી મંડળી મારફતે બે દુકાનોમાં ગેરરીતી થતી હશે તેવું લાગી રહ્યું છે. અગાઉ પણ કેરોસીનમાં ફરીયાદ ઉઠતા કેરોસીનની ફાળવણી અન્ય જગ્યાએ કરવામાં આવેલી છે જે બાબતે પણ આ અગાઉ પણ કેરોસીનમાં ફરીયાદ ઉઠતા કેરોસીનની ફાળવણી અન્ય જગ્યાએ કરવામાં આવેલી છે તેવી ફરિયાદો પણ થયેલ છે.

ત્યારે આવા વિવાદિત દુકાનદાર તાલુકામા તંત્ર ત્રણ ત્રણ સસ્તા અનાજની દુકાનો ચલાવે છે અને જિલ્લા પ્રમુખ તરીકે કેવી રીતે ચલાવે છે. જે બાબતે તંત્ર પર અનેક સવાલો ઉભા થયા છે.

અધિકારીઓ દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે
લુણાવાડા નગરપાલિકા કર્મચારી મંડળી દ્વારા ચાલતી સસ્તા અનાજની શાખા ૧ અને શાખા 2 પણ આ જ સંચાલકની છે પરંતુ આમાં પણ ગ્રાહકોની ખૂબ જ ફરિયાદો ઉઠી છે. પરંતુ જિલ્લાના પ્રમુખ હોવાથી અધિકારીઓ દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે

અન્ય સમાચારો પણ છે...