તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિદ્ધિ:મહીસાગર જિલ્લાના બંને યુવાનોએ પાવરલિફ્ટિંગમાં સુવર્ણ ચંદ્રકો મેળવ્યા

લુણાવાડાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જમ્મુ ખાતે આયોજિત ચેમ્પિયનશિપમાં વિવિધ કેટેગરીમાં ગૌરવવંતી સિદ્ધિ હાંસલ કરી

રમશે ગુજરાત જીતશે ગુજરાત, ખેલ મહાકુંભ, ખેલો ઈન્ડિયા અને ફિટ ઈન્ડિયા જેવા રાજય અને કેન્દ્ર સરકાર દ્વારા રમતગમત ક્ષેત્રમાં રમતવીરોના પ્રોત્સાહન માટે શરૂ થયેલ અભિયાનોના ઉત્કૃષ્ઠ પરિણામો ગ્રાઉન્ડ લેવલ સાર્થક થઈ રહ્યા છે. મહીસાગર જિલ્લાના વિશાલ સોલંકી અને વિશાલ ચૌહાણ નામના બે યુવાનોએ પાવરલિફ્ટિંગમાં પાવરફૂલ પ્રદર્શન કરતાં રાષ્ટ્રીય કક્ષાએ વિવધ કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવી સિધ્ધિ હાંસલ કરી નગર, જિલ્લા-રાજયનું નામ રોશન કર્યું છે.

ગુજરાત પાવર લિફ્ટિંગ સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા ગત ફેબ્રુઆરી માસમાં સુરત ખાતે ગુજરાત જુનિયર, સબ-જુનિયર અને માસ્ટર્સ પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશીપ યોજાઇ હતી જેમાં ઉજ્જવલ દેખાવ કરનાર એથ્લેટ્સને નેશનલ પાવરલિફ્ટીંગ ફેડરેશન દ્વારા આયોજીત ચેમ્પિયનશીપમાં ભાગ લેવાની તક મળતાં જમ્મુ ખાતે તા.18થી 21માર્ચ 2021 દરમિયાન 22મી સબ જુનિયર અને 38મી જુનિયર ઓપન અને માસ્ટર પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપ મેન એન્ડ વિમેનમાં ભાગ લેવા જતા ટીમ ગુજરાત એથ્લેટ્સે શાનદાર પ્રદર્શન કરી વિવિધ કેટેગરીમાં 4 મહિલા અને 6 પુરુષોએ ચંદ્રકો મેળવી સફળતાનો ધ્વજ લહેરાવ્યો હતો. રાષ્ટ્રીય કક્ષાએ જમ્મુ ખાતે લુણાવાડાના યુવા ખેલાડી વિશાલ સોલંકીએ શાનદાર પ્રદર્શન કરતા 67.5 કિલોની વજન ઓપન કેટેગરીમાં કુલ 390 કિલો ગ્રામ વજન ઉંચકીને ફૂલ પાવરલિફ્ટિંગ અને ડેડલિફટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તો વિશાલ ચૌહાણે સબ જુનિયર કેટેગરીમાં રાજય કક્ષા બાદ રાષ્ટ્રીય કક્ષાએ પણ યશસ્વી દેખાવ કરતાં 60 કિલોની વજન કેટેગરીમાં કુલ 355 કિલો ગ્રામ વજન ઉચકીને ફૂલ પાવરલિફ્ટિંગ, બેન્ચ પ્રેસ અને ડેડલિફટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ બંને યુવા રમતવીરો આગામી વિશ્વકક્ષાની ચેમ્પિયનશીપમાં ભાગ લેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો