ચકચારી કૌભાંડ:લુણાવાડા RTOમાં બોગસ વીમા પોલિસી કૌભાંડ

લુણાવાડાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 4 વાહનોના દસ્તાવેજમાં બોગસ ઇન્સ્યોરન્સ અને લેટ ફી બચાવવા સરકારી આવકને નુકસાન
  • RTOએ કૌંભાડના દોષનો ટોપલો જે તે ડીલર પર ઢોળ્યો

મહીસાગર લુણાવાડા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીમાં ચાર વાહનોના દસ્તાવેજમાં બોગસ ઇન્સ્યોરન્સ અને લેટ ફી બચાવવા સરકારી આવકને નુકસાન જણાઈ આવતા બોગસ વીમા પોલીસીનું વ્યાપક કૌભાંડ ચાલી રહ્યું હોવાની પ્રબળ આશંકાના પગલે સઘન કાયદેસરની તપાસની માગ ઉઠી રહી છે.

લુણાવાડા એઆરટીઓ કચેરીમાં એપ્લીકેશન નંબર GJ20070339902239, GJ20082565290870 અને અન્ય રાજ્યની MH 20072231751248, MH20072291749533ના દસ્તાવેજ ચકાસણીમાં બોગસ ઇન્સ્યોરન્સ પોલિસીઓ હોવાનું ધ્યાને આવતાં જો કચેરીમાં પાસ થયેલા તમામ વાહનોના દસ્તાવેજની ચકાસણી કરવામાં આવે તો વ્યાપક બોગસ દસ્તાવેજો મળી આવે તેમ છે! આ અંગે કચેરીના અધિકારીઓ જ જાતે જ જણાવી રહ્યા છે કે એમાં ખોટું થયું છે પણ આ અંગે તેઓ કશું કરી શકે નહિ ડીલરની જવાબદારી છે. વાહનમાલિક અરજી કરી શકે કે વીમા કંપની તપાસ કરી કાર્યવાહી કરી શકે. પરંતુ બીજી તરફ કેટલાક ડીલરો તરફથી બોગસ દસ્તાવેજો અપલોડ કરવામાં આવે છે તો જવાબદાર અધિકારી દ્વારા શું તપાસ કરવામાં આવે છે તેવા લુણાવાડા એઆરટીઓ કચેરીના જવાબદાર અધિકારીઓ કર્મચારીઓની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે.

ડીલરની જવાબદારી છે, અગાઉની ફરિયાદ વખતે હું ન હતો
આ અંગે ડીલરોની જવાબદારી છે તેઓને ડોક્યુમેન્ટ અપલોડ કરવાની સત્તા આપેલી છે. વાહન માલિક જો ખોટું થયું હોય તો અરજી કરી શકે છે. ઉપરોક્ત કેસ અંગે જે તે આરટીઓ કચેરીને જાણ કરવામાં આવશે. બોગસ પોલીસીઓ અંગે જે તે વીમા કંપની તપાસ કરી ફરિયાદ કરી શકે છે. - વિપુલ ગામીતી, ARTO. લુણાવાડા

અગાઉ મહીસાગર RTO કચેરીમાં બોગસ વીમા કૌભાંડ ઝડપાયું હતું
આ અગાઉ પણ RTO કચેરીમાં ખોટા વીમા રજૂ કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો.125 જેટલા નવીન વાહનોમાં ખોટા વીમા રજૂ કરી ગંભીર ગેરરિતી આચરી સરકારની તિજોરીમાં દંડના નાણાં ઓછા જમા કરાવ્યાનું કૌભાંડ બહાર આવ્યું હતું. આ ઉપરાંત એઆરટીઓએ કચેરીના જુનિયર કલાર્કે પોતાની ફરજ દરમિયાન લાખોની માતબર રકમ કચેરીની આવક કરતા ઓછી જમાં બતાવી નાણાની ઉચાપત કરી પોતાના અંગત કામે વાપરી નાખી ગુનો કર્યા બાબતે લુણાવાડા પોલીસ મથકે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ત્યારે કૌભાંડો માટે કુખ્યાત બનેલી કચેરીમાં જો આ મામલે સઘન તપાસ હાથ ધરવામાં આવે તો વધુ એક કૌભાંડનો પર્દાફાશ થાય તેવી શક્યતા જણાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...