હાલાકી:વિરપુરના સાલૈયામાં એક માસથી બરોડા બેન્કનું ATM બંધ હાલતમાં

વિરપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ્ય વિસ્તારોમાં ડીજીટલ પેમેન્ટથી નાણાં માટે વલખાં

વિરપુર તાલુકાના સાલૈયા ગામે આવેલું બેંક ઓફ બરોડાના એટીએમ પર દસ જેટલી દુધ મંડળીઓના પશુપાલકો દુધના નાણાં ઉપાડવા ઉપયોગ કરી રહ્યા છે જેને લઈને યોગ્ય સમયે નાણાં ના ઉપડતા કોયડમ બેન્ક ઓફ બરોડા કાંતો વિરપુર એટીએમથી નાણાં ઉપાડવા જવું પડે છે જેના કારણે લાંબી લાઈનો ઉભા રહેવુ પડે છે પોતાના ગામમાં એટીએમ હોવા છતાં દુર સુધી નાણાં ઉપાડવા માટે વલખાં મારવાં પડી રહ્યા છે બેન્ક શાખા દ્વારા લોકોને સુવિધાઓ પૂરી પાડવા માટે એ.ટી.એમ મુકેલું છે તેમ છતાં છેલ્લા એક માસથી એટીએમ બંધ હાલતમાં છે.

એ.ટી.એમ બંધ હોવાને લીધે અનેકવાર ગ્રામજનો અને સરપંચ દ્વારા બેન્ક ઓફ્ બરોડા તથા સત્તાધીશો ને મૌખિક રજૂઆત કરવામાં આવી તેમ છતાં પણ હજુ સુધી એટીએમ મશીન ચાલુ કરવામાં આવ્યું નથી. એ.ટી.એમ બંધ હોવાના કારણે ઘણીવાર લોકોને નાણા લેવા માટે વિરપુર સુધી દૂર જવું પડતું હોય છે સત્વરે બેંક ઓફ બરોડા નું એ.ટી.એમ મશીન ચાલુ કરવામાં આવે તેવી ગામલોકોની તેમજ પશુપાલકોની ઉગ્ર માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...