તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સામાન્ય ચૂંટણી:લુણાવાડા ખાતે કલેક્ટરેે ચૂંટણી મુદ્દે બેઠક યોજી

લુણાવાડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા/તા. પં.ની સામાન્ય ચૂંટણી યોજાશે

રાજયની 6 મહાનગરપાલિકા, 81 નગરપાલિકા અને 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી અને અન્ય સ્વરાજ્યની પેટા ચૂંટણી યોજવાનો કાર્યક્રમ જાહેર કરાયો છે. જેમાં મહીસાગર જિલ્લાની જિ.પંચાયત અને 6 તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી આગામી તા.28 ફેબ્રુઅાીરના રોજ યોજાવાની છે. ચૂંટણીઓ મુક્ત, ન્યાયી અને તટસ્થ માહોલમાં યોજાય તે માટે લુણાવાડા ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર આર. બી. બારડના અધ્યક્ષસ્થાને જિલ્‍લા/તાલુકા પંચાયતના ચૂંટણી અધિકારીઓ સાથે તાજેતરમાં બેઠક યોજાઇ હતી.

બેઠકમાં ચૂંટણી દરમ્યાન આદર્શ આચાર સંહિતાનું ચુસ્ત પાલન કરવા અને કાયદો તથા વ્યવસ્થાની પરિસ્થિતિ સારી રીતે જળવાઇ રહે તે માટે ચૂંટણી કામગીરી અને પ્રચાર કરવા સહિતના મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં રાજય ચૂંટણી આયોગના નોડલ અધિકારી અને નિવાસી અધિક કલેકટર આર. આર. ઠકકર, સંબંધિત ચૂંટણી અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

    વધુ વાંચો