તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:લુણાવાડા ખાતે ટ્રકનું ટાયર ફરી વળતાં સ્કૂટર ચાલક મહિલાનું મોત નિપજ્યું

લુણાવાડા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
લુણાવાડામાં ટ્રકનુ ટાયર ફરી વળતા અેકટીવા ચાલક મહિલાનું મોત નિપજ્યું હતું - Divya Bhaskar
લુણાવાડામાં ટ્રકનુ ટાયર ફરી વળતા અેકટીવા ચાલક મહિલાનું મોત નિપજ્યું હતું
  • પાલિકાનો રોડ નીચો હોવાથી સ્કૂટરે સ્લીપ ખાધી

લુણાવાડાની લુણેશ્વર ચોકડી પાસે સકીનાબેન લીંબડીયાવાળા પોતાની એક્ટીવા લઈને પેટ્રોલ પુરાવવા નીકળ્યા હતા. ત્યારે પરત ફરતા લુણેશ્વર ચોકડી પાસે મેઈન રોડ કરતા પાલિકાનો રોડ નીચો હોવાથી અચાનક એક્ટીવા સ્લીપ ખાઇ જતા મહિલા રોડ પર પટકાઈ હતી. આજ સમયે મેઇન રોડ પરથી પસાર થતી ટ્રક સાથે ગંભીર અકસ્માત નડ્યો હતો. જેમાં જેમાં ટ્રકનું ટાયર મહિલાના માથા પરથી ફરી વળતા મહિલાનું સ્થળ પર જ કરુણ મોત નિપજ્યું હતું. અકસ્માતની ઘટના નજીકમાં રહેલા એક સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

અકસ્માતમાં કરુણ મોત થતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. અકસ્માત સર્જાતા જ લોકો એકઠા થઈ ગયા હતા અને ટ્રક ડ્રાઈવરને ઝડપી પાડ્યો હતો. અકસ્માતની ઘટના બાદ સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસે સ્થળ પર પહોંચી મામલો હાથ પર લઈ ટ્રક ચાલકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પરંતુ શાંતિ સંદેશો આપતા વોરા સમાજ દ્વારા ફરિયાદ ન કરવામાં આવી અને સમાધાન કરી ટ્રક ચાલકને છોડી મુકવામાં આવ્યો.

અન્ય સમાચારો પણ છે...