તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મદદ:મહીસાગરમાં પાલક માતા-પિતા યોજનામાં 642 લાભાર્થીને સહાય

લુણાવાડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં હાલ 627 બાળકો યોજનાનો લાભ મેળવી રહ્યા છે
  • યોજના હેઠળ રૂા. 2.43 કરોડની સહાય ચૂકવવામાં આવી

રાજયના સમાજ સુરક્ષા વિભાગ દ્વારા પાલક માતા-પિતા યોજના અમલી છે. આ યોજના અંતર્ગત 0થી 18 વર્ષના બાળક કે જેમના માતા-પિતા અવસાન પામ્‍યા હોય અથવા જે બાળકના પિતા અવસાન પામ્‍યા હોય અને માતાએ બાળકોને ત્‍યજી પુન:લગ્‍ન કરેલ હોય તેવા બાળકોને આ યોજનામાં આવરી લેવામાં આવે છે.

આ યોજના હેઠળ આવા અનાથ બાળકોના સર્વાંગી અને સ્‍વસ્‍થ વિકાસ માટે પાલક વાલીને માસિક રૂા. 3000 ડાયરેકટ બેનીફીટ ટ્રાન્‍સફર મારફતે સીધા લાભાર્થીના બેન્‍ક એકાઉન્‍ટમાં સહાય ચૂકવવામાં આવે છે. મહીસાગર જિલ્‍લામાં આ યોજના હેઠળ આણંદની જિલ્‍લા બાળ સુરક્ષા એકમની કચેરી દ્વારા વર્ષ 2020-2021માં નોંધાયેલ 642 લાભાર્થીઓને કુલ રૂા. 2.43 કરોડની સહાય ચૂકવવામાં આવી હોવાનું જ્યારે હાલમાં આ યોજનાનો 627 બાળકો લાભ લઇ રહ્યા હોવાનું તથા જિલ્‍લાના નાગરિકો કે જેઓને કોઇ પણ પરિવાર, સમાજ કે આસપાસમાં આવા અનાથ/નિરાધાર બાળકો હોય તો તેઓને આ યોજનાનો લાભ મળે તે હેતુસર મહીસાગર-લુણાવાડા ખાતે જિલ્‍લા સેવા સદન ખાતે જિલ્લા બાળ સુરક્ષા એકમની કચેરીનો રૂબરૂ કે ફોન નંબર- 02674-250531 ઉપર સંપર્ક કરીને જાણ કરવા મહીસાગર-લુણાવાડાના જિલ‍લા સમાજ સુરક્ષા અધિકારી રેણુકાબેન મેડા અને યોજનાના નોડલ અધિકારી અને જિલ્‍લા બાળ સુરક્ષા અધિકારી નિરવભાઇ પંડ્યા દ્વારા જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...