ભાસ્કર વિશેષ:લુણાવાડા નગર પાલિકાના પ્રમુખ સામે કરાયેલી અવિશ્વાસની દરખાસ્ત મંજૂર

લુણાવાડા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 23માંથી 22 સભ્યો અવિશ્વાસની દરખાસ્તની તરફેણમાં હતા

મહીસાગર જિલ્લાની લુણાવાડા નગરપાલિકાના પ્રમુખ બ્રિન્દાબેન શુકલ સામે અગાઉ અવિશ્વાસની દરખાસ્ત આવી હતી. તેના અનુસંધાનમાં આજે નગરપાલિકાના ઉપપ્રમુખના અધ્યક્ષ સ્થાને નગરપાલિકાના સભાખંડમાં સામાન્ય સભા મળી હતી જેમાં તા.8-09-2021ના રોજ જે નગરપાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત કરી હતી તેની તરફેણમાં મત આપીને અવિશ્વાસની દરખાસ્તને પાસ કરી હતી. એનસીપીમાંથી ચૂંટાયેલા બ્રિન્દાબેન શુકલ ભાજપ અને કોંગ્રેસના ટેકા થી પ્રમુખ બન્યા બાદ અંદરોઅંદર મતભેદના કારણે છેલ્લા કેટલાય સમયથી અવિશ્વાસની દરખાતને લઈ ચર્ચાનો વિષય બન્યો છે.

ત્યારે ગત 8-9-2021ના રોજ નગરપાલિકાના પ્રમુખ બ્રિન્દાબેન શુકલ સામે અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવી હતી. જેને આજે ઉપપ્રમુખ મીનાબેન રાકેશભાઇ પંડયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકાનાના સભા ખંડમાં સમાન્યસભા મળી હતી. જેમાં 23 સભ્યો હાજર રહ્યા હતા જેમાંથી ભાજપના 9 અને કોંગ્રેસના13 જેમ કુલ મળી 22 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્તની તરફેણમાં હાથ ઉચો કરીને મત આપ્યો હતો.

આમ આજરોજ સામાન્ય સભામાં અવિશ્વાસની દરખાસ્ત પાસ થઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ અંગે બ્રિન્દાબેન શુકલએ જણાવ્યુ હતુ કે અગાઉ નામદાર ગુજરાત હાઇકોર્ટમાં સ્ટે છે તેમ નગરપાલિકાના મુખ્ય અધિકારીને જણાવ્યું હતું. જેથી નગરપાલિકાના અધિકારીએ જણાવ્યું હતું કે ઉપપ્રમુખને પોતાની મળેલ સત્તાની રુએ સભા બોલાવેલ છે. આમ લુણાવાડા નગરપાલિકના પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત સામાન્ય સભામાં પાસ થઇ હતી. ત્યારે આવનારા દિવસોમાં નગરપાલિકાના સાતમા પ્રમુખ તરીકે કોણ ભાજપ કે કોંગ્રેસ ચાર્જ સાંભળે છે તે ચર્ચાનો વિષય બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...