તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેઠકનું આયોજન:મહિસાગરના 102 ગામોના 15915 ઘરે - ઘરે પાણીની યોજનાને મંજૂરી

લુણાવાડા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લા જળ અને સ્વચ્છતા એકમની બેઠક
  • જિલ્લામાં રૂપિયા 28.87 કરોડ ઉપરાંતની સિદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી

જલ જીવન મિશન કાર્યક્રમ અંતર્ગત નલ સે જલ યોજનામાં જિલ્લાના તમામ ગામોને સો ટકા નળ કનેક્શનથી આવરી લેવા અને બાકી રહી ગયેલા ઘરોમાં પીવાના પાણી માટે નળ કનેક્શનની સુવિધા ઉભી કરવાનું આયોજન કરાયું છે. મહીસાગર જિલ્લામાં જિલ્લા જળ અને સ્વચ્છતા એકમની બેઠક જિલ્લા કલેકટર આર.બી.બારડના અધ્યક્ષસ્થાને અને જિલ્લા વિકાસ અધિકારી કે.ડી. લાખાણી તેમજ જિલ્લા જળ અને સ્વચ્છતા એકમના યુનીટ મેનેજર એ.જી.રાજપુરા, મેનેજર નિકુંજ શર્મા,જિલ્લા ર્કોડિનેટર સની પટેલ અને પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર બાંધકામ/તાંત્રીકની ઉપસ્થિતિમાં ઝુમ એપ દ્રારા યોજવામાં આવી હતી.

2021-22માં જિલ્લાના 102 ગામ અને પરાઓમાં પાણી સમિતિઓ દ્વારા આયોજન કરાયેલ 15915 ઘરોમાં નળ કનેક્શનથી પાણી આપવાની સુવિધા ઉભી કરવાની યોજનાના રૂા. 29.87 કરોડ ઉપરાંતની સિધ્ધાંતિક મંજુરી જિલ્લા કલેકટરે આપી હતી. પાણીની સુવિધા માટે મંજુર કરવામાં આવેલ આ યોજનાથી 100 ટકા ઘરોમાં નળ કનેકશનથી પાણી આપવાની પ્રક્રિયા પૂર્ણ થશે. તા.31 જુલાઇ સુધી જિલ્લામાં પીવાના પાણીની મુશ્કેલી ન પડે તે પ્રમાણે આયોજન રાખવા જિલ્લા કલેકટરે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...