ખેડુતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘરઆંગણે સરળતાથી મળી રહે તે હેતુસર www.ikhedut.gujarat.gov.in(આઇ ખેડૂત) પોર્ટલ તૈયાર કરાયું છે. આ પોર્ટલ મારફત વર્ષ 2022-23 માટે સહાય અરજીઓ મેળવવાની થાય છે.
ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો મહત્તમ લાભ મળી રહે તે આશયથી રાજ્ય સરકારે વર્ષ 2022-23 માટે આઇ ખેડૂત પોર્ટલ તારીખ 21 ફેબ્રુઆરી-2022થી 21 માર્ચ 2022 સુધીમાં ખેડૂતો દ્વારા ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મુકવામાં આવનાર છે. જે ધ્યાને લઇ મહીસાગર જિલ્લાના સહિત રાજયના તમામ ખેડૂતોને તેઓની જરૂરીયાત મુજબના ઘટકોમાં સહાય મેળવવા માટે સૂચિત સમયમર્યાદામાં આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવા જણાવવામાં આવે છે. અરજદારે ઓનલાઇન કરેલી અરજીની પ્રિન્ટ પોતાની પાસે જ રાખવાની રહેશે તથા કોઇ કચેરી ખાતે જમા કરાવવાની જરૂરીયાત નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.