તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:લુણાવાડાના પ્રોફેસરને આત્મહત્યા કરવા માટે દુષ્પ્રેરણા કર્યાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદન

લુણાવાડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મૃતકના પિતાની જવાબદારો સામે ગુનો નોધવા લેખિત રજૂઆત, ફરિયાદ નહિ નોંધાય તો ઉપવાસ પર જવાની ચીમકી
  • અગાઉ કોર્ટે અરજી રદ કરવાનો હુકમ કર્યો હતો

મહીસાગર જિલ્લાના લુણાવાડાના ટી.વી. કલાકાર અને પ્રોફેસર ડો. કેયૂર ઉપાધ્યાયે જુલાઈ 2019ના રોજ આગરવાડા ખાતે નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી હતી. મૃતકના પિતા બંસીધર ઉપાધ્યાયે મહિસાગર જિલ્લા કલેકટરને પોતાના પુત્રને આત્મહત્યા કરવા દુષ્પ્રેરણા કરનાર સામે ગુનો નોધવા આક્ષેપ કરતું આવેદનર આપ્યું હતું.

આવેદનપત્રમાં આક્ષેપ કરાયો હતો કે મૃતક પ્રોફેસર ડો. કેયુર ઉપાધ્યાયને આત્મહત્યા માટે દુષપ્રેરણા કરનાર તેની પત્ની જોલી, સાળા જીગર પંડયા, સસરા ભરત પંડયા તેમજ અન્ય ઇસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોધાવવા 10/7/19ના રોજ કોઠંબા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદની અરજી આપી હતી. પરંતુ એફઆઇઆર ન નોંધાતાં મહિસાગર એસપી, ડી.જી.પી, આઇજી, વડાપ્રધાન, મુખ્યમંત્રી, હ્યુમન રાઇટસ કમિશન સહિત અનેક જગ્યાએ ફરિયાદ કરી હતી. તેમ છતાં કોઇ ફરિયાદ ન નોંધાતાં તમામ કાર્યાલય પાસેથી આરટીઆઇ દ્વારા માહિતી મગાઇ હતી. તેમાંથી મળેલ માહિતી તેમજ મળેલ અન્ય નવા પુરાવા સાથે પણ મેં તમામ જગ્યાએ ફરીથી અગિયાર જેટલા ગુનાઓની અગિયાર એફ.આઇ.આર નોંધવા માટે વાંરવાર ફરિયાદ કરેલ છે.

નવા મળેલ પુરાવાઓમાં મૃતક ડો.કેયુરની સુસાઇડ નોટની નકલ, અગિયાર ફરીયાદ નોધવાની અરજીઓ, જીગરના ધમકીભર્યા મેસેજની નકલ, સમાચારની નકલ તેમજ મૃતકે કોર્ટમાં આપેલી જુબાનીની નકલ સાથે આક્ષેપ કરતું આવેદનપત્ર મહિસાગર કલેકટરને આપ્યું છે. તેમણે આવેદનપત્રમાં ચીમકી આપી હતી કે, તા.3/7/21 સુધી મારા પુત્રની આત્મહત્યાના ગુનાગારો વિરુદ્ધ એફ.આઇ.આર ન નોંધાય તો હું મારા પરિવારજનો, મિત્ર અને મારા મૃત પુત્રના શુભચિંતકો સાથે કલકેટર કચેરી, લુણાવાડા ખાતે ઉપવાસ પર ઉતરીશ.

ઉલ્લેખનીય છે કે આ બાબતે મૃતકના પિતાએ કોર્ટમાં ફરિયાદ નોધાવાની અરજી દાખલ કરી હતી. પરંતુ પુરાવા ન હોવાથી અરજી રદ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. પરંતુ ત્યાર બાદ પુરાવા મજબૂત મળતાં સેશન કોર્ટમાં ચેલેન્જ કરતાં હાલ કેસ ચાલુ છે.

અન્ય સમાચારો પણ છે...