તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:લુણાવાડામાં જમીન ખરીદીની સ્ટેમ્પ ડ્યૂટી અને રજીસ્ટ્રેશન ફી અંગે કૌભાંડ થયાની અરજી

લુણાવાડા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દસ્તાવેજ માત્ર રૂા.35 લાખનો બાનાખત વખતે રૂા.40 લાખ રોકડા આપ્યાનો ઉલ્લેખ

નવરચિત મહીસાગર જિલ્લો બન્યા બાદ જિલ્લાના વડા મથક લુણાવાડા તથા આજુબાજુના વિસ્તારોની જમીનોના ભાવ ઉચકાતાં ભુ-માફિયાઓ દ્વારા દબાણ અને સ્ટેમ્પ ડ્યુટીમાં ગેરરીતિના કેસો દિન-પ્રતિદિન વધી રહ્યાં છે. ત્યારે જાગૃત અરજદાર દ્વારા અરજી કરતાં લુણાવાડા નગરમાં સ્ટેમ્પ ડ્યુટીની મોટી રકમની ચોરી થઈ હોવાનું બહાર આવ્યું છે.

લુણાવાડાના રે.સર્વે નં.28 જેનું કુલ ક્ષેત્રફળ હે.આર.ચો.મી 0-63-74 તથા આકાર રૂ.1.81 પૈસા જેનો ખાતા નંબર 393 વાળી જમીન પૈકી હે.આરે.ચો.મી.0-31-50 ના માપની જમીન માટે તારીખ 8 જુલાઈ 2014 ના રોજ આ જમીન માલિકો દ્વારા પટેલ મંજુલાબેન મંગળદાસ અને તેમના વહીવટ કરતા અને સહભાગીદાર મહેતા સમીરભાઈ રસિકલાલને 100 રૂપીયાના સ્ટેમ્પ પેપર પર નોટરી રૂબરૂ બાનાખત કરવામાં આવ્યું હતુ. જેમાં રૂા. 2,55,55,555 રકમ લખવામાં આવી છે. અને જેમાં રૂા.40 લાખ રૂપિયા એજ વખતે રોકડા આપ્યા હોવાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. ત્યાર બાદ તારીખ 29 ડિસેમ્બરના 2014ના રોજ આજ જમીનનો દસ્તાવેજ મહેતા સમીરકુમાર રસિકપ્રસાદને કરી આપવામાં આવ્યો. જેમાં રૂા.35 લાખનો ઉલ્લેખ કરવામા આવ્યો છે. જેથી રૂપિયા 22,055,555 ની સ્ટેમ્પ ડ્યુટી અને રજીસ્ટ્રેશન ફી ની ચોરી થઈ હોવાથી સદર દસ્તાવેજ રદ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી જાગૃત અરજદાર દ્વારા અરજી કરાતાં સ્ટેમ્પ ડ્યુટીની ચોરી થયાનું જાણવા મળ્યું હતું.

આટલી મોટી રકમ અને સવાલો ઉભા થયા
બાનાખતના લાસ્ટ પેજ પર અલગ અલગ તારીખે રૂા. 2,55,55,555 રોકડા ચૂકવ્યા હોવાનું લખાણ છે. જેમાં નોટરીનો સિક્કો અને એસ આર મહેતાની સહી કરેલ છે. ત્યારે સવાલ એ થયો છે આ રકમ રોકડ ચૂકવવામાં આવી છે. તો આટલી મોટી રકમ રોકડ આવી ક્યાંથી જેવા અનેક સવાલો લોકોમાં ઉભા થયા હતા.

વિગત આવ્યા બાદ કાર્યવાહી કરાશે
આ અરજી બાબતે સબ રજીસ્ટારમાંથી દસ્તાવેજ સહિત અન્ય વિગતો મંગાવી છે. વિગત આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે. >બ્રિજેશ મોઢિયા, એસડીએમ તથા ઇન્ચાર્જ સ્ટેમ્પ ડ્યુટી અધિક કલેકટર મહીસાગર

અન્ય સમાચારો પણ છે...