તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:લુણાવાડામાં લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ કાર્યવાહીની અરજી

લુણાવાડાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોટેજ હોસ્પિટલ પાછળ સરકારી જમીન પર ગેરકાયદસર દબાણકર્તાઓએ જમાવેલો કબજો
 • 13 વ્યક્તિઓને દબાણ દૂર કરવા માટે 17 ફેબ્રુ.2018ના રોજ ઓર્ડર કરવામાં આવ્યો હતો

લુણાવાડામાં સરકારી જમીનમાં દબાણ અને નિયમો વિરુદ્ધ બાંધકામ ઠેર ઠેર જોવા મળી રહ્યું છે. જે દબાણોને લઈ કેટલાક જાગૃત નાગરિકો દ્વારા દબાણો દૂર કરવા માટે અરજીઓ કરવાં આવી છે. પરંતુ અધિકારીઓ માત્ર ઓર્ડર કરીને છૂટી જાય છે. અને ત્યારબાદ દબાણ દૂર કરવા માટે એકબીજા ઉપર ખો નાખી છૂટી જતા જોવા મળી રહ્યું છે. લુણાવાડામાં કોટેજ હોસ્પિટલ પાછળ આવેલા સરકારી રે.સ.નં.109માં પાછલા કેટલાય વર્ષોથી દબાણ કરવામાં આવ્યું છે. જે બાબતને લઈ અરજદાર દ્વારા લેખિતમાં રજૂઆતો કરતાં લુણાવાડા મામલતદાર દ્વારા ચકાસણી કરતા 13 વ્યક્તિ દ્વારા ગેરકાયદે બાંધકામ કર્યાનું જણાતાં 17 ફેબ્રુઆરી 2018ના રોજ સદર 13ને રૂ.250 દંડ કરી બાંધકામ દૂર કરવા હુકમ કરાયેલ.

પરતું ઓર્ડર માત્ર કાગળ પર રહેતા અરજદાર દ્વારા કલેક્ટરને રજુઆત કરાઇ હતી. તેમ છતાં કોઈ કાર્યવાહી ન થતા આ સર્વે નંબરમાં વધું દબાણો થયા છે. જેને લઈ અરજદાર હર્ષદકુમાર પ્રજાપતિ અને જયંતીલાલ પંચાલ દ્વારા સંપૂર્ણ જમીનમાં દબાણ કરનાર તમામ સામે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહી. એકટ મુજબ કાર્યવાહી કરવા અને અગાઉ કરેલ હુકમની અમલવારી કરવા અરજી કરાઇ હતી.

એકપણ ગેરકાયદે બાંધકામ કે દબાણ દૂર ન કરતાં લોકોમાં રોષ વ્યાપ્યો છે
મહીસાગર જિલ્લા કલેકટર તથા લુણાવાડા મામલતદાર દ્વારા નગરમાં ગેરકાયદેસર અનેક દબાણો દૂર કરવા માટે ઓર્ડર કરવામાં આવ્યા છે. પરંતુ આજદિન સુધી નગરમાં એકપણ બાંધકામ કે દબાણ દૂર ન કરતાં લોકોમાં રોષ જોવા મળ્યો હતો. અગાઉ પણ લુણાવાડા મામલતદાર દ્વારા દબાણ દૂર કરવા 13 વ્યક્તિઓ સામે ઓર્ડર કરવામાં આવ્યા હતા. જેમાં 1.મોહનભાઈ દલાજી વણઝારા, 2.કનુભાઈ દલાજી વણઝારા, 3.સરદારભાઈ દીનાજી વણઝારા, 4.હરીશભાઈ દીનાજી વણઝારા, 5.વાલાજી વઘાજી વણઝારા, 6.ડાહ્યાભાઈ દલાજી વણઝારા, 7.પ્રતાપ દીનાજી વણઝારા, 8.જેજાજી રાણાજી વણઝારા, 9.માંગીલાલ ભવાજી વણઝારા, 10.પ્રતાપજી ભવાજી વણઝારા, 11.શંકરભાઈ રાણાજી વણઝારા, 12.રાણાજી જોરાજી વણઝારા તથા 13.રમેશભાઈ દલાજી વણઝારાનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો