રહીશો પરેશાન:ચૂંટણીની અદાવતે પાણીની લાઇન ભાંગી વીજવાયર ચોર્યા, ગ્રામજનોને હેરાન કરવા અસામાજિક તત્વોનું કૃત્ય

દિવડાકોલોની5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વીજ વાયરની ચોરી બાબતે કડાણા પોલીસમાં અરજી
  • પીવાના પાણીની લાઇનમાં ભંગાણ કરતા રહીશો પાણી માટે 10 દીવસથી વલખા મારવા મજબૂર બન્યા હતા

મહીસાગર જિલ્લાના કડાણા ગામમાં ચુંટણીની અદાવતમાં અસામાજીક તત્વો દ્વારા વીજવાયરની ચોરી સાથે પીવાના પાણીની લાઈનમાં ભંગાણ કરી રહીશોને પરેશાન કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો સાથે ગ્રામજનોમાં આક્રોશ જોવા મળ્યો હતો. જ્યારે વીજવાયર ચોરી બાબતે કડાણા પોલીસ મથકમાં ફરિયાદ માટે અરજી કરવામાં આવી હતી.મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં ગ્રામપંચાયત ચૂંટણીમા ઉમેદવારો વચ્ચે થયેલ હાર - જીતના પરિણામ બાદ ગ્રામજનોને હેરાન કરવા માટે અસામાજિક તત્વો દ્વારા નવો કીમિયો અજમાવવામાં આવે રહ્યો છે.

તાલુકાના કડાણા ગામમાં ચૂંટણીના પરિણામ બાદ ગામમાં મળતી પ્રાથમિક સુવિધાઓમાં રોજ - બરોજ નવીન સમસ્યાઓ ઉભી થતી હોવાનું સાંભળવામાં અને જોવા મળી રહ્યું છે. કડાણા ગામમાં આવતા પાણી પુરવઠા વિભાગની પીવાના પાણીની લાઇનમાં ભંગાણ કરવામાં આવતા રહીશો પાણી માટે 10 દીવસથી વેખલા કરવા મજબૂર બન્યા હતા.

ત્યારે બીજીવાર પાણીની લાઈન માટે જતાં 70 મીટર જેટલા વીજવાયરની ચોરી કરી રહીશોને મળતું પાણી અટકાવવામાં આવ્યું એટલુજ નહિ પણ રહીશોને હેરાન કરવા માટે રાત્રી દરમિયાન લાઈટના ફયુઝ કાઢી લોકોને અંધારામાં રાખી અસામાજીક તત્વો દ્વારા પરેશાન કરવામાં આવી રહ્યા હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. ત્યારે ગ્રામજનોનું કેહવુ છે કે પંચાયતની ચૂંટણી બાદ હાર ન પચતા ખોટી માનસિકતા ધરાવતા અસામાજિક તત્વો દ્વારા ચૂંટણીની અદાવતે ગામ લોકોને મળતી લાઈટ - પાણી જેવી પ્રાથમિક સુવિધાઓમાં તોડફોડ અને ચોરી જેવુ હલકું કૃત્ય કરી લોકોને હેરાન કરવાનું કાવતરું ગામમાં થઈ રહ્યું છે

ત્યારે ગ્રામજનોને પરેશાન કરતા અસામાજીક તત્વોને ખુલ્લા પાડી તેઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ગ્રામજનો દ્વારા કરવામાં હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગામમાં રહીશોને મળતા પીવાના પાણીની લાઈનમાં તોડફોડ અને વાયર ચોરી માટે પોલીસ તપાસ કરવામાં આવે તે માટે પાણી પુરવઠા વિભાગના કોન્ટ્રાક્ટર દ્વારા કડાણા પોલીસ મથકમાં અરજી આપવામાં આવી છે.

ચૂંટણી બાદ અસામાજિક તત્વો દ્વારા સમસ્યાઓ ઊભી કરાય છે : રહીશ
કડાણા ગામમાં ચુંટણી બાદ ગામ લોકોને હેરાન કરવા માટે પાછલા 15 દીવસથી લાઈટ અને પાણીની મળતી સુવિધાઓમા કોઇને કોઇ તકલીફો ઊભી કરી ગામ લોકો માટે કોઈ અસામાજિક તત્વો દ્વારા સમસ્યાઓ ઊભી કરવામાં આવે છે. જેની તપાસ થવી જોઈએ. - અજયપાલસિંહ ચૌહાણ, રહીશ, કડાણા.

ગામમાં જે ચાલી રહ્યું છે તે ચૂંટણીની અદાવતમાં થઇ રહ્યું છે: સરપંચ
ચુંટણીના પરિણામ જાહેર થયા બાદ જ્યારે ગ્રામજનો દ્વારા મારો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. ત્યારે રાત્રે કોઈ ઈસમો દ્વારા ડી.પિ.ના ફ્યૂઝ કાઢી લઈ ગયા હતા. અત્યારે ગામમાં જે ચાલી રહ્યું છે તે ચુંટણીની અદાવતમાં થઇ રહ્યું છે. - જયંતિભાઈ પ્રજાપતિ, સરપંચ, કડાણા.

અન્ય સમાચારો પણ છે...