કોરોના અપડેટ:મહીસાગર જિલ્લામાં કોરોનાના વધુ 30 પોઝિટિવ કેસ નોંધાયા

લુણાવાડા8 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહીસાગર જિલ્લામાં બુધવારે બાલાસિનોરમાં 5, કડાણામાં 1, ખાનપુરમાં 8, લુણાવાડામાં 9, સંતરામપુરમાં 4 અને વિરપુર માં 3 લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લામાં કોરોનાના અત્યાર સુધીમાં કુલ 7303 કેસ પોઝિટિવ નોધાયા છે. જિલ્‍લામાં સારવાર લઇ રહેલા દર્દીઓ પૈકી બાલાસિનોરમાં 12, કડાણામાં 4, ખાનપુરમાં 5, લુણાવાડામાં 30, સંતરામપુર તાલુકામાં 20 અને વિરપુરમાં 5 દર્દીઓએ કોરોનાને માત આપતાં બુધવારે રજા આપવામાં આવતા જિલ્‍લામાં અત્યાર સુધીમાં કુલ 6659 દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે.

જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે 22 વ્યક્તિનું મૃત્યુ થયા છે. જયારે અન્ય કારણથી 51 દર્દીનુ મૃત્યુ થતાં જિલ્લામાં કુલ 73 મૃત્યુ નોંધાવા પામ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં સીઝનલફલુ / કોરોનાના કુલ 237315 લોકોના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. કોરોના પોઝિટિવ આવેલ દર્દીઓ પૈકી 467 દર્દીઓ સ્ટેબલ, 98 દર્દીઓ ઓક્સિજન પર અને 6 દર્દીઓ વેન્‍ટિલેટર પર છે.

અન્ય સમાચારો પણ છે...