તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના મહામારી:મહીસાગર જિલ્લામાં કોરોના પોઝિટિવના વધુ 23 કેસ નોંધાયા

મહીસાગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોના વાયરસની સામે લડવા કેન્દ્ર અને રાજય સરકારે અગમચેતીનાં સંખ્યાબંધ પગલાંઓ લીધા છે. કોરોના સામે લડવા લોકોની જાગૃતિ એટલી જ જરૂરી છે. જાગૃતિ અને સાવધાની એ જ બચાવનું શ્રેષ્ઠ માધ્યમ સાબિત થયા છે. ત્યારે મહીસાગર જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અનેકવિધ પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે. ત્યારે મહીસાગરમાં શનિવારે બાલાસિનોર તાલુકાની 6 સ્ત્રી, 2 પુરૂષ, ખાનપુર તાલુકાની 1 સ્ત્રી, 2 પુરૂષ, લુણાવાડા તાલુકાની 5 સ્ત્રી, 3 પુરૂષ, સંતરામપુર તાલુકાના 1 પુરૂષ, વિરપુર તાલુકાની 1 સ્ત્રી,2 પુરૂષોનો કોરોના રીપોર્ટ પોઝીટીવ મળી આવતા જિલ્લામાં કોરોનાના કુલ 1657 કેસ પોઝીટીવ નોધાયા છે.

જ્યારે જિલ્‍લામાં સારવાર લઇ રહેલ દર્દીઓ પૈકી બાલાસિનોર તાલુકાની 2 સ્ત્રી, 4 પુરૂષ, ખાનપુર તાલુકાની 1 પુરૂષ, 3 પુરૂષ, લુણાવાડા તાલુકાની 1 સ્ત્રી, 3 પુરૂષ, સંતરામપુર તાલુકાની 2 સ્ત્રી, 5 પુરૂષ, વિરપુર તાલુકાની 2 સ્ત્રી, 2 પુરૂષોએ કોરોનાને મહાત આપતાં રજા આપવામાં આવતાં જિલ્‍લામાં અત્યાર સુધીમાં કુલ 1411 દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે. તથા જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે 8 વ્યક્તિનું મૃત્યુ થયા છે. જયારે અન્ય કારણથી 35 દર્દીના મૃત્યુ થતાં જિલ્લામાં કુલ 43 મૃત્યુ નોંધાવા પામ્યા છે.

અત્યાર સુધીમાં જિલ્લામાં સીઝનફલુ/ કોરોનાના કુલ 87403 લોકોના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. તેમજ જિલ્લાના 475 હોમ ક્વોરોન્ટાઇલ હેઠળ રાખવામાં આવ્યા હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે. કોરોના પોઝીટીવ આવેલ દર્દીઓ પૈકી 188 દર્દીઓ સ્ટેબલ, 13 દર્દીઓ ઓક્સિજન પર અને 2 દર્દી વેન્ટીલેટર પર છે.

અન્ય સમાચારો પણ છે...