કોરોનાવાઈરસ:લુણાવાડાના સોનીવાડમાં કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં તંત્રની બેધારી નીતિ સામે રોષ

લુણાવાડા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિકોએ વીડિયો વાયરલ કરી તંત્રની પોલ ખોલી

સોનીવાડની લુણાવાડા પ્રાંત અધિકારી બ્રિજેશ મોડિયાએ સ્થળ તપાસ કરી કન્ટેન્મેન્ટ એરિયા વધારવાની કામગીરી કરી હતી. પ્રાંત અધિકારીએ આ વિસ્તારના એન્ટ્રી અને એકઝીટ પોઈન્ટ પર સ્ક્રીનીંગ, આ વિસ્તારને આવરી લેતા મુખ્ય માર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત, આવશ્યક સેવાઓ અને સરકારી વ્યવસ્થાની સિવાયની પરવાનગી વગર વસ્તીની આવન જાવનની પ્રવૃત્તિઓ ન થાય તે મુજબ નિયંત્રણ કરવા અંગેની કામગીરીની પણ તપાસ પણ કરી હતી. આરોગ્યની ટીમ દ્વારા ઘરે ઘરે ફરી  સર્વેલન્સ પણ કરવામાં આવી રહ્યું છે.

વીસથી ત્રીસ ફૂટના અંતરે એરિયા સીલ કરવામાં આવ્યો

બીજી તરફ આ  અંગે સ્થાનિકોમાં અસંતોષ યથાવત રહેવા પામ્યો હતો તંત્રની કન્ટેન્મેન્ટ એરિયા વધારવાની કામગીરી પર વ્હાલાં દવલાંની નીતિનો આક્ષેપ કરતો વિડીઓ વાયરલ  થયો હતો. જેમાં દ્રશ્યો સાથે જણાવ્યું હતું કે કોરોના પોઝીટીવ કેસવાળા મકાન એક બાજુએ એટલે કે સોનીવાડ તરફ ૨૦૦ મીટર જેટલો એરિયા સીલ કરાયો છે જયારે બીજી તરફ સુથારવાડા વિસ્તારમાં માત્ર વીસથી ત્રીસ ફૂટના અંતરે એરિયા સીલ કરવામાં આવ્યો એ વિસ્તારમાં આખો માર્ગ અસ્તાના બજારવાળો રસ્તો અવરજવરથી ધમધમે છે.

એરિયામાં કન્ટેઇન્મેન્ટ સીલની કામગીરી કરી છે  
શરુઆતમાં ત્રણ કિલોમીટર સુધી કન્ટેન્મેન્ટ એરિયા સીલ કરવાની ગાઈડ લાઈન હતી પરંતુ અનુભવોના આધારે નવી સુધારેલી ગાઈડલાઈન મુજબ જે સ્થળે પોઝિટિવ કેસ આવ્યો હોય તેના પ્રાથમિક સંપર્કોવાળા મકાનોની માહિતીના આધારે જે તે વિસ્તારને કન્ટેનઇમેન્ટ એરિયા સીલ કરવાની કામગીરી કરવામાં આવે છે.>બ્રિજેશ મોડિયા, પ્રાંત અધિકારી, લુણાવાડા

અન્ય સમાચારો પણ છે...