તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:લુણાવાડામાં 25 લાખના ખર્ચે ઓક્સિજન પ્લાન્ટ નખાયો

લુણાવાડા12 દિવસ પહેલા
 • કૉપી લિંક
લુણાવાડા જનરલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટને બુધવારે સાંસદ દ્વારા ખુલ્લો મુકાશે - Divya Bhaskar
લુણાવાડા જનરલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટને બુધવારે સાંસદ દ્વારા ખુલ્લો મુકાશે
 • જનરલ હોસ્પિટલમાં નખાયેલ પ્લાન્ટ પ્રતિ મિનિટે 140 લિટર ઓક્સિજન ઉત્પન્ન કરશે
 • કોરોનાગ્રસ્ત દર્દીઓને જિલ્લા બહાર જવાની જરૂર નહીં પડે

કોરોનાની બીજી લહેર દેશમાં તબાહી મચાવી છે ત્યારે મહીસાગર જિલ્લામાં કોરોના કેસો દિન-પ્રતિદિન વધી રહ્યા છે જેના કારણે ઓક્સિજન લેવલ ઓછું થયું હોય તેવા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. જે દર્દીઓને ઓક્સિજનવાળા બેડ જિલ્લામાં ન મળતા જિલ્લા બહાર મોકલવાની ફરજ પડે છે અને અન્ય જિલ્લામાં પણ બેડ ન મળતા મહીસાગર જિલ્લામાં મૃત્યુનો અંક દિન-પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડની ગ્રાન્ટમાંથી મહીસાગર જિલ્લાની જનરલ હોસ્પિટલમાં 25 લાખના ખર્ચે ઓક્સિજન પ્લાન્ટ નાખવામાં આવ્યો છે.

જે પર મિનિટ 140 લીટર ઓક્સિજન ઉત્પન્ન કરશે જેના કારણે જિલ્લામાં 50થી પણ વધુ ઓક્સિજન વાળા બેડ વધશે. જેથી દર્દીઓને જિલ્લા બહાર જવાની જરૂર નહીં પડે અને જિલ્લામાં જ સારવાર થશે જે પ્લાન્ટને આજે પૂર્ણ થતાં આવતી કાલે બુધવારે સાંસદ રતનસિંહ રાઠોડ દ્વારા ખુલ્લો મુકવામાં આવશે.

અમુલ ડેરી દ્વારા વીરપુર-બાલાસિનોરમાં ઓક્સિજન પ્લાન્ટ નખાતા વધુ 120 જેટલાં બેડની વ્યવસ્થા કરાશે
અમુલ ડેરીના બાલાસિનોર ડિરેક્ટર રાજેશભાઇ પાઠક અને વિરપુરના ડિરેક્ટર સાયબેસિંહ દ્વારા રજુઆત કરતા બાલાસિનોર કે.એમ.જી હોસ્પિટલમાં 55 લાખના ખર્ચે અમુલ ડેરી એ પ્લાન નાખવાનું નક્કી કર્યું છે જેની શરૂઆત બે દિવસમાં થવાની છે ત્યારે હાલ કે.એમ.જી હોસ્પિટલ ખાતે કાર્યરત મીની પ્લાન્ટ વીરપુર CHC ખાતે લાવવામાં આવશે. જેથી જિલ્લામાં ત્રણ ઓક્સિજન પ્લાન્ટ શરૂ થતાં જિલ્લામાં વધુ 120 જેટલા નવા ઓક્સિજન બેડની વ્યવસ્થા ટુક સમયમાં કરવામાં આવશે.

ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે પણ પ્લાન્ટ નંખાશે
​​​​કોરોના મહામારીને લઈ જિલ્લામાં ઓક્સિજનની અછતાં સર્જાતા લોકોની તકલીફ જોતા મારી ગ્રાન્ટમાંથી રૂ.25 લાખના ખર્ચે લુણાવાડા જનરલ હોસ્પિટલ ખાતે તાત્કાલિક ઓક્સિજન પ્લાન્ટ નાખવામાં આવ્યો છે. જ્યારે ટૂંક સમયમાં ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે પણ મારી ગ્રાન્ટમાંથી પ્લાન્ટ નાખવામાં આવશે. - રતનસિંહ રાઠોડ, પંચમહાલ સાંસદ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો