કાર્યવાહી:નાના સોનેલામાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ બે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો

લુણાવાડા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • લુણાવાડા પોલીસ મથકે એક મહિનામાં ત્રણ FRI નોંધાઇ

ભુ-માફિયાઓને ને ડામવા લેન્ડ ગ્રેબિંગ એકટ નવો કાયદો આવતા મહીસાગર જિલ્લામાં મોટા પાયે અરજીઓ થઈ છે. ત્યારે તારાબેન જયશંકર રણછોડભાઈ ત્રિવેદી હાલ રહે. અમદાવાદ નોંધાવેલ ફરિયાદ મુજબ મનોજભાઈ જસવંતભાઈ જોશી તથા જિગ્નેશભાઈ જસવંતભાઈ જોશી બંને રહે. નાના સોનેલા, તા.લુણાવાડા, જિ. મહીસાગરએ દલુખડીયા ગ્રુપ પંચાયતમાં મોજે નાના સોનેલા ગામે આવેલ બ્લોક સર્વે નંબર.368 (જુના સ.નં. 186) જેમાં સમાવીષ્ટ સર્વે નંબર 122-1 હે.આ.પ્ર. 0.17.02 વાળી જમીન પચાવી પાડવા જમીનનો ગેરકાયદે રીતે કબ્જો કરી લીધેલ હતો.

તારાબેને જમીનનો કબ્જો ખાલી કરવા મનોજભાઈ તથા જિગ્નેશભાઈને કહેવા જતા તેઅોઅે કહ્યુ કે આ જમીન પર તમારો કોઇ હકક નથી. તમારે આ જમીનમાં આવવું નહી. અમે આ જમીન ખાલી કરવાના નથી. તમારે જયાં રજુઆત કરવી હોય ત્યાં કરો તેમ કહી તારાબેનને માલીકી હક્કથી વંચીત રાખી તે જમીનમાં રહેણાક મકાનો બનાવી હાલની સ્થિતીમાં પણ પ્રત્યક્ષ કબજો રાખતાં કલેક્ટર દ્વારા પોલીસ વડાને લેન્ડ ગ્રેબિંગ એકટ ગુનો દાખલ કરવા સૂચના આપતા લુણાવાડા પોલીસ દ્વારા જમીન પચાવી પડાવા ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે એક મહિનાની અંદર લુણાવાડા પોલીસ મથકે ત્રણ FRI નોંધાતા જિલ્લાના ભૂ-માફિયામાં ફફડાટ ફેલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...